Madhya Gujarat

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનેશન બંધ લોકો દાહોદ તરફ વળ્યાં

દાહોદ: ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનશ બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મુંઝવણમાં મુકાયા છે .વિદેશમાં કોવિડશિલ્ડને જ માન્યતા હોવાથી હવે આ લોકોએ ગુજરાત તરફ ડોળો ફેરવ્યો છે .હજારો રૂપિયાનો ખર્ચ કરીને આવા લોકો 100 કિમી દૂર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે .રવીવારે 12 હજાર રૂપિયાના ખર્ચીને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી દાહોદના સંજેલી આવેલા 30 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો .દાહોદ જિલ્લાના સંજેલી CHC માં રવીવારના રોજ વેક્સિનેશનની કામગીરી ચાલુ હતી. ત્યારે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડાથી આવેલા મહિલા પુરૂષોના ટોળાએ વેક્સિન લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનેશન બંધ હોવાથી ગુજરાતમાં સ્લોટ બુક કરાવી વેક્સીન મુકાવી હતી.રાજસ્થાનથી ગુજરાત આવેલા 30 જેટલાં લોકો વેકસીન લેવા આવ્યા હતા. આ તમામને વિદેશ જવાનું હોવાથી કોવિડશિલ્ડ વેક્સિન મુકાવવાની હોવાથી તેઓ અહીં આવ્યા હતાં.

વિદેશ જવા ઇચ્છુક 18 થી 44 વર્ષની વય ધરાવતી 21 મહિલા,8 પુરૂષ અને તેમની સાથે આવેલા ગાડીનો ડ્રાઇવર મળીને 30 લોકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમામને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. રવીવારના રોજ સંજેલી CHC માં કુલ 44 લોકોનું રસીકરણ નોંધાયુ હતુ . જેમાંથી 30 લોકો સંજેલીથી 100 કિમી દુર સાગવાડાના હતાં. આ 30 લોકો ચાર ગાડી લઇને સંજેલી આવ્યા હતાં .જેમાંથી ત્રણ ગાડી તો તેમણે ભાડે કરી હતી . ગુજરાતના સંજેલીમાં મફતમાં રસી મુકાવવા માટે વિદેશ જવા ઇચ્છુક રાજસ્થાનના આ લોકોએ 12 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો . દાહોદ જિલ્લામાં હાલમાં પણ વેક્સિન લેવા પ્રત્યે ઉદાસિનતા રાખતા લોકો માટે આ બોધ સમાન કિસ્સો છે સાગવાડાના 30 વર્ષિય મોહસીન મકરાણીએ પણ વેક્સિન લેવા માટેનો રસ દાખવ્યો હતો . જેથી તેનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને મોહસીનને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 

Most Popular

To Top