Vadodara

ઊંડેરા ગામની ચારો તરફના રોડ પરવિકાસના નામે નાગરિકોને હાલાકી

વડોદરા, તા.27
વડોદરા શહેરમા જમીનો પૂરી થતાં આજુબાજુ ના ગામોની જમીનો 60*40 ના રેસ્યોથી લેવાની લાલચમા બિલ્ડરોને ઘી કેળા મળે તેવા આશયથી નવા સમાવેલ ગામોમાં ગટર, પાણીની લાઈનો નાખવાનું કાર્ય પુરજોશમાં ચાલુ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
TP જાહેર કર્યા વિના કે આ વિસ્તાર ના કોઈ પણ ખેડૂત ને ફાઇનલ પ્લોટ આપ્યા સિવાય શરૂ કરી આખા ઊંડેરા ગામ સહિત મુખ્ય માર્ગો પર મોટી લાઈનો નાખવા નું કાર્ય કોઈ પણ જાત ની સલામતી સિવાય થઈ રહ્યું છે. જેના કારણે મૂળ ઊંડેરા ગામના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. સત્તાધીશો દ્વારા ટી.પી જાહેર કરી ખેડૂતોને ફાઇનલ પ્લોટ આપી જે તે કાર્યો કરવા જોઈએ જ્યારે અહી ઊલટી ગંગા વહાવે છે. રોડના કોન્ટ્રાક્ટરની અને સત્તાધીશોની મીલીભગતના કારણે જાહેર જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.આ રોડ ,રસ્તાઓ ઉપર કોઈ પણ જાતના ભયસૂચક બોર્ડ કે સલામતીની જોગવાઇનું પાલન કર્યું નથી અને કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ હોવા છતાં કોઈ એમ્બ્યુલન્સ કે ફસ્ટ એડ ટ્રીટમેન્ટ માટે કોઈ જોગવાઈ નથી. તમામ રસ્તા એક સાથે ખોદી નાખતા જનતાને પારાવાર ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે અને કોઈ ટ્રાફિક સંચાલન ની વ્યવસ્થા પણ નથી. ત્યારે શું સત્તાધીશો હરણી બોટ કાંડ જેવી કોઈ બીજી ઘટનાની રાહ જોઈ રહ્યા છે કે આવી ગમખ્વાર ઘટના થશે તો જ કુંભકર્ણ નિંદ્રા માંથી જાગશે. આ વિસ્તાર અસંખ્ય કંપની ગામો સહિત અનેક સ્કૂલોથી ઘેરાયેલો હોઈ કંપની નો તથા સ્કૂલો નો સમય એક થવા થી ટ્રાફિક જામ થાય છે અને રોજ સંખ્યાબંધ લોકો અકસ્માત નો ભોગ બને છે. આગામી દિવસો માં બોર્ડ ની પરીક્ષા હોઈ વિદ્યાર્થી ઓને રામભરોસે રાખતા સત્તાધીશો શાન માં સમજે નહિ તો આ વિસ્તારમાં વિરોધ ના વંટોળ આવતા વાર નહિ લાગે. તમામ રસ્તા ઉપર ખુબજ ધૂળ ઊડતી હોઈ અને રસ્તા ઉપર માટીના ટેકરા હોઈ વાહનચાલકોને હેરાનગતિ થાય છે જે યોગ્ય થવું જોઈએ. કોન્ટ્રાક્ટરને વારંવાર મોખિક કહેવા છતાં આ વિસ્તારમાં ગોકળ ગતિ એ કામ ચલાવી જાહેર જનતા ને બાન માં લીધી છે. અને ગામના અંદર ના રોડમાં પાઇપલાઇન નાખી માત્ર માટી પૂરાં કરી છોડી દીધી છે. જે આવનાર ચોમાસાની ઋતુ માં ગમખ્વાર અકસ્માતને તેડાં સમાન છે. જો કોઈ પણ અકસ્માત આ કારણે થશે તો તેની ખર્ચ સહિત ની સંપૂર્ણ જવાબદારી સંબંધી સત્તાધીશો સહિત કોન્ટ્રાક્ટરની રહેશે. આ રોડ વિવિધ કોન્ટ્રાકટર ને આપેલા હોઈ બાય બાય ચારની વાળો યોગ થતો હોઈ જેથી યોગ્ય સત્તાધીશો ઊંડેરા ગામ ની પોતે મુલાકાત લે અને જાત નિરીક્ષણ કરી આ સમગ્ર વિસ્તારના નાગરિકોને બાન માંથી મુક્ત કરાવે તેવી આ વિસ્તારના તમામ નાગરિકોની માંગણી છે અન્યથા આ રોડ ઉપર કરવામાં આવતી ગેરરીતિ અને કોન્ટ્રાકટ જોગવાઈ વિરૂદ્ધ થતાં કામોના લીધે રોડ રસ્તા ના કામો ઉપર બ્રેક મારવા સહિત ઊચ્ચ કક્ષાએ રજુઆત સાથે નાગરિકોના જાહેર હિત માં કાયદેસર કાર્યવાહી કરવાની જોગેશ્વરી મહારાઉલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top