Top News Main

ચારેકોર વિનાશ છતાં રશિયાના સૈનિકો સાથે યુક્રેનના લોકોનું માનવીય વર્તન જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધને એક અઠવાડિયું પૂર્ણ થઇ ચુક્યું છે. રશિયાનાં સૈન્યએ યુક્રેનને બરબાદ કરી નાખ્યું છે. જો કે યુક્રેનનાં જુસ્સા સામે રશિયન સૈન્ય નબળું પડી ગયું છે. યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા રશિયન સૈનિકો ખુદ જ યુક્રેન પરના પોતાના આક્રમણને સહન કરી શકતા નથી અને અવારનવાર રડી પડે છે. રડી રડીને તેમની હાલત ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિ એટલા માટે સર્જાઈ છે, કેમ કે તેમને ‘દરેક પર ગોળીબાર કરવા’ માટે કહેવામાં આવ્યું છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે બંને દેશો વચ્ચે મનોવૈજ્ઞાનિક સંઘર્ષ પણ ચાલી રહ્યું છે. યુક્રેને પકડેલા રશિયાના કેટલાંક સૈનિકો રડી રહ્યા હતાં તેવો વીડિયો જારી કર્યો હતો, જેમાં આ સૈનિકો કહી રહ્યા છે કે તેમને ખબર ન હતી કે તેમની યુનિટને યુક્રેન પર આક્રમણ કરવા મોકલવામાં આવી રહી છે. આ સૈનિકોએ સ્વીકાર્યું હતું કે તેમણે પોતાના ક્ષેત્રની રક્ષા કરી રહેલા યુક્રેની લોકો પર હુમલો કર્યો હતો. યુક્રેન સિક્યુરીટી સર્વિસેજના ફેસબુક પેજ પર શેર કરાયેલા વીડિયોમાં આ રશિયન સૈનિકોએ કહ્યું હતું કે અમને તોપના ચારાના રૂપમાં મોકલવામાં આવ્યા હતાં. અમે યુક્રેનમાં શાંતિપૂર્ણ લોકોને મારી રહ્યા હતાં.

રશિયન સૈનિકે કર્યો પોતાના જ દેશને સવાલ
પકડાયેલા એક અન્ય રશિયન સૈનિકે કહ્યું હતું કે કોઈએ અમારી ઉપર હુમલો કર્યો ન હતો. તેણે પોતાના જ દેશથી પ્રશ્ન કર્યો હતો કે રશિયા યુદ્ધથી શું ઈચ્છે છે? એક અન્ય સૈનિક ફોન પર પોતાના કોઈ સંબંધી સાથે વાત કરતાં રડી પડતા દેખાય છે. તેણે કહ્યું હતું કે રશિયાના સૈનિક યુદ્ધમાં માર્યા ગયા પોતાના સાથી સૈનિકોને અડતા પણ નથી જો તેઓ આમ કરે છે તો એફએસબી તેમની ધરપકડ કરી લે છે.

યુક્રેનની યુદ્ધના સમયમાં પણ મનાવતા કાયમ
જો કે આ યુદ્ધનાં કપરા સમયમાં પણ યુક્રેનીઓએ પોતાની માનવતા ગુમાવી નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સરન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું, તે એકદમ ઠીક છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો છે અને તેની માતા સાથે વાત કરાવનાર યુક્રેની પણ રડી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે નિરાશ સૈનિક સરન્ડર થયા પછી ઘણા બધા લોકોથી ઘેરાયેલો છે. તે તેની માતા સાથે વીડિયો કોલથી વાત કરી રહ્યો છે અને સાથે ચા પણ પી રહ્યો છે. આ વીડિયોમાં એક યુક્રેનીને એવું કહેતા સંભળાય છે કે ખબર નહીં આ સૈનિક કેમ અહીં છે? જ્યારે બીજો એક યુક્રેની એવું કહેતો સંભળાય છે કે આ તેની ભૂલ નથી.

8 દિવસમાં 9 હજાર રશિયન સૈનિકના મોત
છેલ્લ આઠ દિવસથી યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેન ઘણું બરબાદ થઈ ગયું છે અને સામે રશિયન સૈનિકો પણ ઢીલા પડ્યા છે. ગઈકાલે સાંજે જ યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ મહાશક્તિના યોદ્ધા નથી, આ ડરેલા છોકરાઓ છે. તેમનું મનોબળ હવે ઘટી રહ્યું છે. અત્યારસુધી રશિયાના 9,000 સૈનિકોનાં મોત થયાં છે.

Most Popular

To Top