Vadodara

ઘરમાં જ પીંજરામાં કેદ 18 પોપટ અને 1 માંકડુ કબ્જે કરાયું

વડોદરા: વડોદરા શહેરના પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી અને સ્ટાફને સાથે રાખી શહેરના જુદાજુદા વિસ્તારોમાં રેડ કરી ગેરકાયદેસર પીંજરામાં રાખેલ 18 પોપટ તથા એક લાલ મોઢાવાળું માકડું કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વન્યજીવોને ગેરકાયદેસર પાંજરામાં પુરી રાખવા એ એક વન્ય અધિનિયમન મુજબનો ગુનો બને છે.ત્યારે વન્ય જીવો માટે કાર્યરત વડોદરા શહેરના પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વડા રાજભાવસારને કેટલાક માધ્યમો દ્વારા માહિતી મળી હતી કે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરોમાં વન્યજીવોને ક્રૂરતા પૂર્વક પાંજરામાં ગેરકાયદેસર રીતે રાખેલા છે.

જે માહિતી મળતા જ રાજ ભાવસારે આ બાબતે જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જે સાચી હકીકત હોવાનું સામે આવતા તેઓએ સોશિયલ ફોરેસ્ટ્ર ડિપાર્ટમેન્ટના આરએફઓ તેમજ તેમના સ્ટાફને સાથે રાખી જુદા જુદા સ્થળો ઉપર તપાસ હાથ ધરી હતી.જેમાં 18 પોપટ તેમજ એક લાલ મોઢાવાળું માંકડું મળી આવતા તેને કબજે કરી વન વિભાગને હવાલે કરવામાં આવ્યું હતું. જ્યારે જીવોને રાખનાર સામે વન્યજીવ અધિનિયમન 1972 મુજબ ગુનો દાખલ કરવા તજવીજ હાથધરી હતી.

Most Popular

To Top