આપણી જિંદગી મરજી મુજબ ચાલતી નથી. ન બનવા જેવું બનતું રહે છે. બનવા જેવું બનતું નથી. જે બને છે એ ગમતું નથી. મોટા ભાગના કિસ્સાઓમાં આવા પ્રસંગો ઉપર આપણું નિયંત્રણ હોતું નથી. 26 જૂન 1975ના રોજ આંતરિક કટોકટી અને સેન્સરશિપ લાદવામાં આવી. 12 માર્ચ 1976 સુધી બ્રિટિશ અખબાર ગાર્ડિયનના સંવાદદાતા લીફશુલી જે અમદાવાદની ગલીએ અને રસ્તાઓ પર રીક્ષામાં ફરીને અંદાજ મેળવ્યા પછી તેના અખબારમાં મથાળું બાંધ્યું કે ગુજરાત એક માત્ર સ્વાતંત્ર્ય દીપ છે. જો કે એ દિવસો વધુ સમય સુધી ના રહ્યા. જનતા મોરચાના બે ધારાસભ્યો એ દગો કર્યો અને બહુમતી રહી નહીં એટલે 13 માર્ચથી સીધું રાષ્ટ્રપતિ શાસન અને સંખ્યાબંધ ધરપકડો અખબારોને સેન્સર કડક આદેશ ડી.આઈ.આરના મુકદ્દમાઓ આ બધું એક સાથે જ શરૂ થઇ ગયું.
સમગ્ર ગુજરાતથી જેલવાસ થયો હતો. 26 જૂન 1975થી 1 જાન્યુઆરી1977 સુધીમાં મિસા કાનૂન હેઠળ ગુજરાતમાં પકડાયેલાઓની સંખ્યા નરેન્દ્ર મોદીના પુસ્તક સંઘર્ષમાં 527 આપવામાં આવી છે. જેમને ગુજરાતની અગિયાર જેલોમાં રાખવામાં આવ્યા હતા. તેનું રાજકીય રસપ્રદ વિશ્લેષણ પણ થઇ શકે. ગુજરાત સરકાર કટોકટીની અર્ધ શતાબ્દીને ઉજવવાની છે ત્યારે વાણી વિચાર સ્વાતંત્ર્ય અને સેન્સરશિપની સામે આર્થિક રીતે અભાવ અનુભવતાં પરિવારોને યાદ કરીને પેન્શન આપવાનો નિર્ણય લે છે કે કેમ તે જોવું રહ્યું. હાલના રાજકારણીના પગારનું ધોરણ ઘણું ઊંચું છે. કટોકટી સમયે નરેન્દ્ર મોદી તો ભૂગર્ભમાં સક્રિય હતા.
ગંગાધરા – જમયિતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.