વડોદરા: શહેરમાં બની રહેલો જન મહેલ નહિ પણ જળ મહેલ છે જે ડોક્ટર વિનોદ રાવની ભેટ છે. પહેલા જ વરસાદમાં જન મહેલમાં પાણી પાણી. ટ્રાન્સપોર્ટ માં આવતી બસો માં બેસવા યાત્રીઓ કરીને જાય છે પહેલાદ વરસાદી પાણી થી ટપકતી છતો થી બસ સ્ટેન્ડ માં પાણી ભરાયું. પાલિકાએ પંચાયતનું ભવન તોડી મહામૂલી જમીન ઇસ્કોન ને આપી વિનોદ રાવે શહેર સાથે કરેલા દુરાચારનો નાજાઈઝ ફરજંદ એટલે જન મહેલ.જન મહેલ ના સોનેરી સપના બતાવનાર ડો વિનોદ રાવ અને બસ સ્ટેન્ડ બનાવનાર પ્રવીણ કોટક નો જાહેર માં અભિવાદન થવો જોઈએ.
જન મહેલ નો પ્રોજેક્ટ પૂરો થયો નહીં.જન મહેલની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. રેરા ની મજૂરી પણ મળી ગઈ છે. જન મહેલ 30 વરસ માટે ભાડાપટ્ટે આપવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ઉપર ની દુકાનો ઓફિસો કે શોરૂમ શરૂ થયા નહિ જો એ શરૂ થાય તો પાલિકાને દર વર્ષે ચોક્કસ રકમ ભાડું મળવાનું શરૂ થઈ જાય.
75 કરોડથી વધુના ખર્ચે આ ઈસ્કોન જન મહેલ બનાવવામાં આવ્યો છે. જેથી વરસાદનું પાણી છત પરથી ટપકતા ટપકતી છત પર વોટર પ્રૂફિંગ ની પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી. જોકે આમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કામગીરી કરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે. જેથી કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. શહેર ને જન મહેલ ના સપના બતાવી ને જળ મહેલ શહેરના સંસ્કારી નગરીના નાગરિકોને ભેટ આપ્યો છે.