Vadodara

કલેક્ટર કચેરીના ઈતિહાસમાં પ્રથમ ઘટના, કલાકો સુધી મૃતદેહ પડી રહ્યો

વડોદરા : વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં મેક પ્લાસ્ટ નામની કંપનીમાં એક યુવક લગભગ 70 ફૂટથી નીચે પટકાયો હતો.યુવક લગભગ 70 ફૂટની ઉંચાઈથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. 33 વર્ષના યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનો મૃતદેહ લઇને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિવિધ માંગ કરવામાં આવી હતી વડોદરા ના ઇતિહાસ મા પ્રથમ વાર કલેકટર કચેરી ના દરવાજા પાસે કલાકો સુધી મૃત દેહ રાખી ને કંપની સામે વિરોધ નોંધવ્યો હતો. કલેકટર કચેરી ખાતે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા સમજાવટ બાદ પણ પરિવાર ન માનતા આખો મામલો શહેર મા ટોક ઑફ ઘ ટાઉન બન્યો હતો.

વડોદરામાં ગતરોજ મકરપુરા જીઆઈડીસીમાં મહેશ નામનો યુવાન અને અન્ય બે લોકોએ 70 ફૂટની ઉંચાઈ પર ફાયબરના પતરા ધોવાનું કામ રાખ્યું હતું. જ્યાં કંપની દ્વારા સેફ્ટીના કોઈ સાધનો ઉપલબ્ધ ન કરાતા મહેશ 70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. જેથી મહેશનું ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. જેને લઈ હાલ સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. બીજી તરફ યુવકનું મોત થતા પરિવાર મૃતદેહ સ્વીકારવાનું ના પાડી રહ્યા છે. પરિવાર મોટી સંખ્યામાં સ્વજનો સાથે સયાજી જનરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર અનશન પર બેસેલા જોવા મળ્યા હતા મૃતક મહેશના પિતા એ જણાવ્યું હતું કે, 774 નંબરની કંપનીમાં ફાયબરના પતરા ધોવાનું કામ રાખ્યું હતું. જેમાં બીજા બે મજૂરો પણ હતા. આ કંપનીએ 70 ફૂટની હાઈટ પર મજૂરોને સેફ્ટીનું કોઈ સાધન આપ્યું નહોતું. 70 ફૂટની હાઈટ પર માણસ ચડ્યો હોય તો કંપનીની એટલી જ જવાબદારી રહે છે કે, મજૂરોને સેફ્ટીનું સાધન આપી દેખરેખ રાખવી જોઈએ. સેફ્ટીના અભાવને કારણે આ બનાવ બન્યો છે. કંપનીના ભૂલને કારણે મારા દિકરાનું મોત થયું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, મારો દિકરો પરણિત હતો. તેનો એક પુત્ર પણ છે. જેનું નામ ધનરાજ છે. હાલ અમે મારા દિકરા મહેશનો મૃતદેહ સ્વીકારવાના નથી. દીકરો મારો હતો. મારી સાથે રહેલા સમાજનો પણ દીકરો હતો. હાલ મારી સાથે મારો સમાજ અહીંયા હાજર છે. મારા સમાજના મુખ્યા જે કહેશે તે હું કરીશ. જ્યાં સુધી અમારી માંગ સંતાષાશે નહિ ત્યાં સુધી અમે અહીં ધરણા કરીશું.જરૂર પડે અમે મૃતદેહ લઈને કંપની આગળ પણ ધરણા પર બેસીસું.

મારો દિકરો હાલ 33 વર્ષનો હતો. તે હજી 30 વર્ષ મહેનત કરી શકતો. હું 60 વર્ષનો છું તો પણ હાલ મહેનત કરી રહ્યો છું. મારો દિકરો હજી 30 વર્ષ કામ કરી શકતો હોત. સામાન્ય રીતે 25 થી 30 હજાર રૂપિયા માસિક ગણીએ તો 60થી 70 લાખ રૂપિયાની રકમ થાય. હવે હું એક કે બે વર્ષ કામ કરી શકીશ. હાલ મારા દિકરાનું મોત થઈ ગયું છે તો આ મારા છોકરાના છોકરાના શિક્ષણની અને તેના પત્નીની જવાબદારી કોણ લેશે??

60 થી 70 લાખની સહાય મળવી જોએ
સામાન્ય રીતે 25 થી 30 હજાર રૂપિયા માસિક ગણીએ તો 60થી 70 લાખ રૂપિયાની રકમ થાય. હવે હું એક કે બે વર્ષ કામ કરી શકીશ. હાલ મારા દિકરાનું મોત થઈ ગયું છે તો આ મારા છોકરાના છોકરાના શિક્ષણની અને તેના પત્નીની જવાબદારી કોણ લેશે. – મૃતકના પિતા

યુવકના મોત મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી
મકરપુરા જીઆઇડીસીની મેક પ્લાસ્ટ કંપનીમાં 17 ફૂટ ઉચેથી નીચે પટકાતા મહેશ નામના યુવકની ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં માંજલપુર પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. – એચ.આઈ. ભાટી, પીઆઈ, માંજલપુર

Most Popular

To Top