વડોદરા : શહેરના વાઘોડીયા રોડ સ્થિત પુષ્ટિહાર સોસાયટી સહિત પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં પીવાનું પાણી કાળા રંગનું આવતું હોવાથી લોકોએ ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ નોંધાવી હતી છતાં છેલ્લા એક સપ્તાહથી કામ થયંુ ન હોવાથી રહીશે ભારે પરેશાન થયા છે.
મનપાની ચૂંટણીમાં ભાજપે 69 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. મોટાભાગના વોર્ડમાં પ્રાથમિક સુિવધાના કામો અંકે ફરિયાદો છે. પરંતુ એક પાણીના કારણોસર ફરીયાદોનો નિકાલ થતો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આશ્વાસનો જ આપે છે. સમસ્યા ઠેરની ઠેર હોય છે.
વાઘોડીયા રોડ ઉપર પુષ્ટિહાર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી પીવાનું પાણી કાળુ દુર્ગંધ મારતું આવતુ હોવાથી રહીશોએ ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. પરંતુ મનપાનું તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. પરંતુ ચૂંટણી પતી ગયા પછી પણ િનરાકરણ ન આવવાથી રહીશો માથે હાથ દઈ બેઠા છે.
કારણ કે પૂર્વ વસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા નથી. ગત વર્ષ કાળા દુર્ગંધ મારતા પાણીની સમસ્યાએ પૂર્વ વસ્તારના હજારો પ્રજાજનોને મહિનાઓ સુધી હેરાન પરેશાન કર્યા હતા. ત્યારે મેયરે સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. પરંતુ આજે પણ પીવાનું પાણી કાળુ અને દુર્ગંધ મારતંુ આવે છે.