મોસ્કો/કીવ/વાશિંગ્ટન: યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદ (Ukraine-Russia dispute)ને લઈ હવે અમેરિકા (America) અને રશિયા સામ સામે આવી ગયા છે. આ વિવાદ હવે યુદ્ધ (War)સુધી પહોચી ગયો છે. ગતરોજ રશિયાએ પૂર્વ યુક્રેનમાં ડોનબાસના બે બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારોને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપતા સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. આ મામલે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેન સંકટ વચ્ચે હવે અમેરિકા અને રશિયા સામ સામે આવી ગયા છે. એક તરફ રશિયન સેનાના ટ્રક યુક્રેન તરફ કૂચ કરવાના સમાચાર છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ બિડેને સ્પષ્ટ કર્યું છે કે તેઓ નાટો બાલ્ટિક દેશોની મદદ માટે સેના મોકલી રહ્યા છે.
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, રશિયન સેનાના 100થી વધુ ટ્રકનો કાફલો યુક્રેનની સરહદ તરફ જતો જોવા મળ્યો છે. રોયટર્સે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી આ સમાચાર આપ્યા છે. રોયટર્સ અનુસાર, બેલગોરોડ વિસ્તારમાં એક રશિયન સૈન્ય કાફલો યુક્રેનની સરહદ તરફ આગળ વધતો જોવા મળ્યો હતો. રશિયન સૈનિકો યુક્રેનની સરહદ તરફ આગળ વધવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનમાં સૈનિકો મોકલવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે અમે હજુ સુધી યુક્રેનમાં સૈનિકો મોકલવાનો આદેશ આપ્યો નથી. પુતિને કહ્યું છે કે પરિસ્થિતિને જોતા સૈનિકોની તૈનાતી અંગે નિર્ણય લેવામાં આવશે. સેનાની તૈનાતી કરાર મુજબ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન સાથેના વિવાદને ઉકેલી શકાય છે જો યુક્રેન નાટોમાં સામેલ ન થાય.
રશિયા પર અમેરિકાએ લગાવ્યા આ પ્રતિબંધો
અમેરિકાએ રશિયા પર ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે. રશિયાની બે નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધોની જાહેરાત કરતાં બિડેને કહ્યું છે કે રશિયા પશ્ચિમી દેશો સાથે વધુ વેપાર કરી શકશે નહીં. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો તરફથી રશિયાને મળનારી મદદ પણ બંધ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે યુક્રેનને હથિયારોની સપ્લાય ચાલુ રહેશે. પોતાના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકી દળો નાટો સહયોગીઓની સુરક્ષા માટે મોકલવામાં આવી રહ્યા છે કારણ કે રશિયા પૂર્વમાં પોતાની હાજરી વધારી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા નાટો સહયોગીઓની જમીનના દરેક ઈંચની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન પર લગાવવામાં આવેલા આરોપો અંગે બિડેને કહ્યું કે અમારામાંથી કોઈ મૂર્ખ નથી. પુતિન બળનો ઉપયોગ કરીને વધુ વિસ્તારો પર કબજો કરવા માટેનો આધાર તૈયાર કરી રહ્યા છે. બિડેને એમ પણ કહ્યું કે, રશિયાની સેના વધારવાના સમાચારો વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમેરિકા નાટો બાલ્ટિકના સહયોગી દેશોને બચાવવા માટે સૈનિકો મોકલી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે રશિયા દ્વારા પૂર્વ સેક્ટરમાં વધુ સેના મુકવાના કારણે આવું કરવામાં આવી રહ્યું છે.
યુક્રેનનો પહેલીવાર દાવો, એક સૈનિક માર્યો ગયો
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રશિયન સેનાના સોથી વધુ ટ્રકોનો કાફલો યુક્રેનની સરહદ તરફ જતો જોવા મળ્યો છે. રોયટર્સે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી આ સમાચાર આપ્યા છે. રોયટર્સ અનુસાર, બેલગોરોડ વિસ્તારમાં એક રશિયન સૈન્ય કાફલો યુક્રેનની સરહદ તરફ આગળ વધતો જોવા મળ્યો હતો. રશિયન સૈનિકો યુક્રેનની સરહદ તરફ આગળ વધવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનમાં સૈનિકો મોકલવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ડોનેટ્સક (ડીપીઆર) અને લુગાન્સ્ક (એલપીઆર) સાથેના કરારમાં એ જોગવાઈ છે કે રશિયા લશ્કરી સહાય સહિતની મદદ કરશે. રશિયાના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશો અને અમેરિકાના તીક્ષ્ણ વલણ વચ્ચે રાજદ્વારી ગતિવિધિ પણ શરૂ કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ડરવાવાળા નથી. યુક્રેને પહેલીવાર દાવો કર્યો છે કે તેનો એક સૈનિક માર્યો ગયો છે. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા અનુસાર, તેમનો એક સૈનિક માર્યો ગયો છે અને છ અન્ય ઘાયલ થયા છે.