Vadodara

અગોરા મામલે કોંગ્રેસમાં ભારે ઘમાસાણ, આગેવાનો સામસામે

વડોદરા : સમા પાસે થી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં  અઘોરા મોલના દબાણ  વિવાદમાં હવે કોંગ્રેસના ઘરમાં આગ લાગી છે  કોંગ્રેસમાં ભાગલા પડી ગયા હોય તેમ સભાસદો અને નેતાઓ સામસામે આવી ગયા છે માંડ માંડ  ઉભી થવા પ્રયાસ કરી રહેલ કોંગ્રેસ માં અઘોરા વિવાદની લંકા સળગતા હાલત કફોડી થઈ ગઈ છે. પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત ફ્લોર પર બેસી વિરોધ કરતા મેયર કેયુર રોકડિયાએ સભામાં વિવાદીત જગ્યાની સરકાર હસ્તક લેવાશે તેવી જાહેરાત કરી હતી અને મેયર ની જાહેરાત ને  પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આવકારી હતી તેમજ વડોદરાના નગરજનોની જીત ગણાવી હતી જોકે હવે અઘોરા મામલે કોંગ્રેસમાં વિવાદ થયો છે.

 કોંગ્રેસ પક્ષમાં  ધમાસણ મચી ગયું છે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથું સહિત કોંગ્રેસના મોટાભાગના સભ્યોએ મેયરના નિર્ણયને ગેરમાર્ગે દોરનારો  ગણાવી વિરોધ કર્યો છે તેમજ મેયર અને કોંગ્રેસ નેતા વચ્ચેની મીલીભગતમાં જાહેરાત કરવામાં હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આમ અઘોરાને કારણે કોંગ્રેસના ઘરમાં આગ લાગી છે  અઘોરા મોલનો વિવાદ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ માટે  હતો કોંગ્રેસ બિલ્ડર દ્વારા  ઉભી કરવામાં આવેલ દીવાલ તોડવા માટે આંદોલન કરતું હતું કોંગ્રેસ નેતાઓનું માનીએ તો  મેયરે સભામાં દિવાલ નહિ તૂટે તેવી જાહેરાત કરી છે ત્યારે હવે  કોંગ્રેસના સભાસદો અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અઘોરા ના ગેરકાયદે દબાણ મુદ્દે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યું હતુ પરંતુ હવે કોંગ્રેસમાં વિખવાદ શરૂ થઈ ગયો છે અને આવનાર સમયમાં આ વિવાદ કોંગ્રેસમાં ચાલતી આંતરિક જૂથબંદીને વધુ હવા આપી શકે છે.  કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમે રાવત ની વરણી બાદ કોંગ્રેસના કેટલાક સભ્યો નારાજ હતા જે નારાજગી હવે ખુલીને સામે આવી છે. આ મામલે કોંગ્રેસના ઘરમાં લાગેલી આગ ક્યારે ઓલવાઈ છે તે જોવાનું રહે છે.

કોંગ્રેસની આ અધૂરી જીત છે: પ્રશાંત પટેલ

અગોરા મોલ વિવાદમાં એક તરફ કોંગ્રેસના પાલિકાના નેતા અમિત રાવત મેયરની જાહેરાતને  જીત સમાન ગણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રશાંત પટેલ આ જીતને  અધુરી જીત ગણાવે છે શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે શહેરમાં વિશ્વામિત્રી નદીના તટ પર અઘોરાના બિલ્ડર દ્વારા કરવામાં આવેલ ગેરકાયદે દબાણ મુદ્દે કોંગ્રેસ ઘણા સમયથી આંદોલન કરી રહી છે આ અંગે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે સંકલન સમિતિમાં પણ આ મુદ્દાને લઈને ચર્ચા થઈ હતી ત્યારે જ્યાં સુધી બિલ્ડર દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દિવાલ નહીં તૂટે ત્યાં સુધી કોંગ્રેસની જીત અધૂરી જ રહેશે અને કોંગ્રેસ દિવાલ નહીં તૂટે ત્યાં સુધી આંદોલન કરશે. આગામી દિવસમાં કોંગ્રેસના પાલિકાના નેતા અમી રાવતને  પણ આ મુદ્દે વધુ આંદોલનમાં જોડાવા કહેવાશે.

મેયરમાં દીવાલ તોડવાની હિંમત નથી

અઘોરાની વિવાદિત દિવાલ મામલે હવે કોંગ્રેસમાં વિખવાદ શરૂ થયો છે  પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથુએ કોંગ્રેસના પાલિકાના નેતા અમી રાવત વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે તેમજ મેયર સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા પૂર્વ વિપક્ષ નેતાએ મેયર જ્યાં સુધી દીવાલ નહિ તોડે ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન કરશે તેમ જણાવ્યું છે તેમજ લડત ચલાવનાર આગેવાનો અને શાસક પક્ષ સાથે સેટલમેન્ટ થયું હોય તેમ દેખાઈ રહ્યું છે  જો અગાઉ આ દીવાલ તોડવાની વાત હતી અને વર્ષોથી આ અંગેનું આંદોલન કરી સભામાં મુદ્દો ઉઠાવવામાં આવતો હતો તો કેમ સમાધાન કરવામાં આવ્યું તેવો વેધક સવાલ પણ કર્યો હતો સાથે જ ઉમેર્યું હતું કે આ અંગે પાર્ટી લાઇનથી ઉપરવટ જઈને પણ કામ કરવામાં આવ્યું છે ત્યારે કયા બાબતે સમાધાન થયું તે સમજાતું નથી.

દિવાલ તૂટે નહીં ત્યાં સુધી લડત ચાલુ રહેશે

વિશ્વામિત્રી પટ પર અગ્રવાલના બિલ્ડર દ્વારા કરાયેલા દબાણ મુદ્દે  વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીને જણાવ્યું હતું કે  કેટલી જમીન મળી તેનાથી કોઇ નિસબત નથી પરંતુ વિશ્વામિત્રી નદીનું વહેણ યોગ્ય રીતે વહે અને નદી સાથે અન્યાય ન થાય તે માટે અમે અનેક વર્ષોથી લડત ચલાવી રહ્યા છે. અગાઉ પણ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડો વિનોદ રાવ દ્વારા ઓર્ડર અપાયો હતો. જેને ફટાકડાં ફોડી વધવવામાં પણ આવ્યો હતો પરંતુ તે બાદ  કોઈપણ પ્રકારની કામગીરી કરાઈ ન હતી. તેવી જ રીતે મેયરની જાહેરાત 
એક લોલીપોપ છે અને જ્યાં સુધી ગેરકાયદેસર દિવાલ તોડવામાં નહિ આવે ત્યાં સુધી  લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top