વડોદરા : મહાનગરપાલિકામાં વર્ષ 2022-23 રૂ.3838.67 કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરાયું છે. બજેટ પર ચર્ચા કરવા માટે સામાન્ય સભા શરૂ થઈ હતી.જોકે પ્રથમ સેશન સામાન્ય સભામાં એક બાદ એક કોર્પોરેટર દ્વારા નાગરિકો માટે કર દર બજેટ અને બજેટમાં સમાવેશ તેમના વિસ્તારમાં કામોને લઈને મેયર અને ચેરમેનનો આભાર માન્યો હતો.જોકે બીજા સેશનમાં વિપક્ષને બોલવાની તક મળતા પૂર્વ વિપક્ષી નેતાએ બજેટનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું હતું. બજેટની શરૂઆત વંદે માતરમ થી સભાની શરૂઆત કરવામાં આવી હતી ચેરમેન દ્વારા મેયરને બજેટ સુપ્રત કરવામાં આવ્યું હતું.
બજેટની સામાન્ય પ્રભુ પ્રભાવ શરૂ થતા એક બાદ એક કોર્પોરેટર દ્વારા બજેટમાં સમાવી તેમના વિસ્તારના ગામોને લઈને ગયા અને ચેરમેનનો આભાર માન્યો હતો.હેમિષા ઠક્કરે કોરોના માં બે વર્ષ સુધી ડોકટર, પેરામેડિકલ સ્ટાફ નો આભાર માન્યો હતો. અને કોમ્યુનિટી હોલ જે શહેરમાં હાલમાં 19 છે એમાં ડ્રો સિસ્ટમ બંધ કરીને ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કોર્પોરેટર અલ્પેશ લીંબચીયા ગુજરાતનો સૌથી મોટો બ્રિજ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો સપ્ટેમ્બર સુધીમાં લોકાર્પણ થશે કોર્પોરેટર બંદીશ શાહે. પર્યાવરણ લક્ષી અભિગમ જેમાં અર્બન ફોરેસ્ટનું કોરોનામાં ઓક્સિજનનું મહત્વ સમજાયું.
કોર્પોરેટર ઘનશ્યામ પટેલ દ્વારા પાણીની સમસ્યા રજૂ કરી પાણીની માંગ કરી હતી અને નવા ટી પી પાડવા બંદીશ શાહને રજૂઆત પણ કરી હતી. કોર્પોરેટર જાગૃતિ કાકાએ બદામડી બાગ ખાતે ફાયરના જવાનો એક દિવસ રજા વગર શહેરની સેવા કરી છે. જેથી ત્યા ફાયર સ્ટેશન બનવું જોઈએ અને વડોદરા જે કલાનગરી જેથી કલાકારોને આર્ટ ગેલેરી પણ આપવી જોઈએ. કોર્પોરેટર સંગીતા ચોકસી જ્યારે કદર વિનાનું બજેટ પાલિકામાં રજૂ થયું છે. જેમાં મેયર અને ચેરમેન નો આભાર માનતા હતા ત્યારે બધા વાતોના વડા કરતા દેખાયા હતા. જોકે જ્યારે કોર્પોરેટરો પોતાના સુચનો રજુ કરતા હતા ત્યારે અમુક સભાસદો વાતો અથવા મોબાઈલ જોવા લાગી ગયા હતા જોકે સભાગૃહમાં ઝામર લગાવામાં આવ્યા હોવા છતાં પણ ઝામરની કોઇ અસર દેખાતી ન હતી.
2008માં આપેલા વાયદાને 14 વર્ષ થઈ ગયા હોવા છતાં પુરા થયા નથી : ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ
બજેટની સામાન્ય સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવે માઇક ઉપાડ્યું હતું અને શરૂઆત અજીબ દાસતા હે યે ,કહા શુરુ કહા ખતમ, યે મંજિલે કોનસી ,ના તું સમજ સકે ના હમ, કિતની આ પંક્તિથી કથા સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવે બજેટનો પોસ્ટમોર્ટમ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં સભામાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આજ દિવસ સુધી તમે 550 કરોડ થી વધારે આવક લાવી શક્યા છો ખરા? મ્યુનિસિપલ કમિશનર 54 પાના બજેટના બનાવ્યા છે વાંચતાં વાંચતાં ગાંડા થઈ જવાય. વર્ષ 2008માં જે નાગરિકોને વાયદા અને એક જેગોલ નક્કી કર્યા હતા તે વર્ષ 2022 માં પણ પૂરા થયા નથી.