મહામારીના સમયમાં યોગ,ધ્યાન,પ્રાયાણામ અને નિયમિત કસરતથી આત્મરક્ષણ મળ્યું.આ બધું જ થોડો સમય બરાબર ચાલેને પછી કાંટાળો આવવા માંડે,એમ પણ બને.શાળા મહાશાળામાં શિક્ષક હકારાત્મક વલણની વાતો કરે અને પરીક્ષા દૂર હોય તો પણ વાંચવાની ચાનક ચઢે પછી…હવા નીકળી જાય. મંદિરની ધજા દેખાવા લાગે અને પદયાત્રીઓનાં પગમાં નવી ચાનક ચઢે છે,નવો થનગનાટ પ્રવેશ કરે છે.લક્ષ્ય નક્કી હોય તો કાર્યમાં શક્તિ ભળે છે.હેતુશુદ્ધિ પણ જરૂરી છે.
કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને પૂર્ણ કરવાની આવડત પણ કેળવવી પડે. આપણે ત્યાં સૌ આરંભે શુરા…હોય છે, પછી ધીરજ ખૂટી પડે છે.યોગ્ય પરિણામ માટે આત્મશ્રદ્ધા, ધીરજ પણ જરૂરી છે.કેટલીકવાર મંજિલથી નજીક હોય અને કાર્યો છોડી દેનારાઓની સંખ્યા વિપુલ છે.યોગ્ય અને સમયસરની મહેનત,પ્રયત્નો મુકામ સુધી પહોંચાડે છે.હા,અથાક પ્રયત્નોનો થાક લાગે તે ન ચાલે. કાર્યમાં મચી પડવાની ધગશ જોઈએ એ જ કાર્યસિધ્ધની ચાવી છે.જુસ્સો ટકાવી રાખીએ તો જ ટકી શકીએ.કથની અને કરણી એક રાખીએ.
નવસારી – કિશોર આર.ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.