નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિમાનમાં (Flight) યાત્રી દ્વારા ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. એર ઈન્ડિયાના (Air India) યુરિન (Urine) કૌભાંડે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચાઓ કરી હતી. તાજેતરનો મામલો ન્યુયોર્કથી (New Yurok) દિલ્હી (Delhi) આવી રહેલા પેસેન્જર પ્લેનનો છે જ્યાં એક મુસાફરે નજીકમાં બેઠેલા વ્યક્તિ પર પેશાબ કર્યો હતો. આ નશામાં ધૂત પેસેન્જરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સંબંધમાં દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને આ સંબંધમાં ફરિયાદ મળી છે, જેના પછી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
વિમાન અમેરિકાથી દિલ્હી આવી રહ્યું હતું
ન્યૂયોર્કથી નવી દિલ્હી જઈ રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ AA292માં સહ-યાત્રી પર પેશાબ કરનાર નશામાં ધૂત પેસેન્જરની ઓળખ 26 વર્ષીય આર્ય વોહરા તરીકે થઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ તરત જ આરોપી આર્ય વોહરાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે સૂતો હતો અને તેને કંઈ યાદ નથી.
જાણો આરોપી કોણ છે
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ શુક્રવારે રાત્રે 9:16 વાગ્યે ન્યૂયોર્કથી ટેકઓફ થઈ હતી અને 14 કલાક 26 મિનિટ પછી શનિવારે રાત્રે 10:12 વાગ્યે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આરોપી આર્ય વોહરા કથિત રીતે અમેરિકાની એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને તેણે નશાની હાલતમાં સૂતી વખતે પેશાબ કર્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આર્ય વોહરા યુએસએમાં અભ્યાસ કરે છે અને તે દિલ્હીના ડિફેન્સ કોલોની વિસ્તારનો રહેવાસી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે આ મામલે ફરિયાદ આપવામાં આવી છે, ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જોણો આ મામલે આરોપીએ શું કહ્યું
બીજી તરફ આરોપી આર્યનું કહેવું છે કે તેણે જાણી જોઈને એવું નથી કર્યું, પરંતુ ઊંઘમાં હોવાના કારણે પેશાબ નીકળીને સાથી મુસાફર પર પડ્યો. આ પછી પીડિતાએ ફ્લાઈટ સ્ટાફને ફરિયાદ કરી. એરલાઈને તેને ગંભીરતાથી લીધી અને આઈજીઆઈ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. ATCએ CISFના જવાનોને એલર્ટ કર્યા અને બાદમાં આરોપી મુસાફરને દિલ્હી પોલીસને સોંપી દીધો હતો.
ગયા વર્ષે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. પ્લેનમાં સહ-યાત્રીઓ સાથે આવું કૃત્ય પહેલીવાર નથી થયું. ગયા વર્ષે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા કંપનીના અધિકારીએ મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કર્યો હતો. બાદમાં મામલો ગરમાયો અને ઘટનાના 42 દિવસ બાદ આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી. આ ઘટના પછી, જ્યાં કંપનીએ શંકર મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યા, ત્યાં DGCAએ તેમના પર 6 મહિના માટે ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો.