અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કાંડમાં વડોદરાના 5 યુવાનો દોષિત ઠર્યા

વડોદરા : 2008 ની 26 જુલાઈ નારોજ સીરીયલ બોમ્બ ધડાકામાં અમદાવાદ ધણધણી ઊઠયું હતું ચોતરફ બોમ્બ બ્લાસ્ટના પગલે નિર્દોષો ની લાશોના ઢગલા ખડકાઈ ગયા હતા. 58 નિર્દોષોના કમકમાટી ભર્યા મોત ના ગુનામાં વડોદરાના પાંચ સહિત ૪૯ આરોપીઓને અદાલતે દોષિત ઠેરવ્યા હતા ગુનેગારોને અદાલત આવતીકાલે સજા સંભળાવશે. દેશના આતંકવાદી સંગઠનો અને કટ્ટરવાદીઓએ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ નો આયોજનબદ્ધ કારસો રચ્યો હતો બ્લેક સેટરડે ના સાંજે 6.10 થી 8.05 વાગ્યા સુધીમાં તોવટવા નિકોલ,સિવિલ,હોસ્પિટલ,બાપુનગર,ખાડિયા,દાણીલીમડા, ઓઢવ,નરોડા, સરખેજ,ખાત્રજ રામોલ સહિતના વિસ્તારોમાં તબક્કાવાર 21 બોમ્બ ધડાકામાં 58 નિર્દોષો મોતને ભેટયા હતા.

જ્યારે 200થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલા ત્રાસવાદીઓ નેગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી ગુજરાત પોલીસ પકડી લાવી હતી. ૧૪ વર્ષ ચાલેલા બોમ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો હતો. પાકિસ્તાનની કુખ્યાત isi તથા શ્રીલંકાની એલટીટીઇ જેવી કુખ્યાત આતંકવાદી સંગઠનો સાથે તાર જોડીને જેહાદી ઓ એ માત્ર 70 મીનીટમાં અમદાવાદને ધ્રુજાવી નાખ્યું દેશભરમાં અનેક જગ્યાએ બોમ ધડાકા કરવામાં માસ્ટરમાઇન્ડ મનાતા રિયાઝ ભટકલ અને તેનો ભાઈ ઇકબાલ ભટકલ વિદેશથી હવાલા કૌભાંડ મારફતે નાણાં મંગાવીને કોમવાદી માનસિકતા ધરાવતા જેહાદીઓને ઉશ્કેરતા હતા આતંકવાદી બનવાની તાલીમ આપીને દેશમાં અંધાધૂંધી ફેલાવવા ત્રાસવાદી કૃત્ય કરતા હતા દેશની કુખ્યાત મનાતી ઇન્ડિયન મુજાહિદ્દીનની બે જૂથના યુવાનોને માસ્ટર માઇન્ડ સૂત્રધારોએ માઇન્ડ વોશ કરી ને આ કૃત્ય કરાવ્યું હતું.

જેમાં વડોદરાના ૫ જેહાદીઓ પણ સંડોવાયા હતા અમદાવાદ પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી તેમાં સુશિક્ષિત મનાતો ઇકબાલ કાસમભાઈ શેખ(કબીર કોમ્પ્લેક્ષ ભોઈવાડાનાં નાકે,યાકુતપુરા) (2) ઇમરાન ઇબ્રાહીમ શેખ,(પાંજરીગર મસ્જિદ પાસે,તાઇવાડા,વાડી) (3) મોહંમદ ઉસ્માન મોહમ્મદ અનીશ અગરબત્તી વાળા (મહંત નો ખાચો તાઈવાડા વાડી) ઉપરાંત બે સગા ભાઈઓ રફીયુદિન સરફુદ્દીન કાપડિયા તથા તેનો બહુનામધારી ભાઈ કયામુદ્દીન ઉર્ફે મુસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદિન કાપડિયા બંને રહે: કુંભારવાડા સ્વામિનારાયણ મંદિર પાછળ તાઈવાડા,વાડી ને પણ અદાલતે દોષિત ઠેરવ્યા હતા, હાહાકાર મચાવતા ગુનામાં સીધી સંડોવણી ધરાવતા ઈકબાલ શેખે સીટી બસમાં બ્લાસ્ટ કર્યા હતા.અને ઠક્કર નગર માં મૂકેલી સાઈકલ માં બોમ્બ ફિટ કર્યા હતા.

શહેરના અતિસંવેદનશીલ વિસ્તારમાં રહેતા ગુનેગારોને જો સજા ફટકારાય તો કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું છે તેમજ પુરતો બંદોબસ્ત મૂકીને પોલિસ જવાનો ને સતર્ક રહેવા તાકીદ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનું હરકત ઉલ જિહાદ ઈસ્લામી આતંકી સંગઠન સાથે દોરી સંચાર કરતો માસ્ટર માઇન્ડ આમીર રઝાક ખાન તથા રિયાઝ ભટકલ અને કેરળના વાઘા મોન કેમ્પનો કમાન્ડો સિબલી સાથે મળીને સફદર નાગોરીએ હાલોલ પાવાગઢનાં જંગલોમાં આતંકી કેમ્પમાં બોમ બ્લાસ્ટ કરવાની કટ્ટરવાદીઓ ને તાલીમ આપી હતી. જેમાં સિમિના આગેવાનોએ પણ હાહાકાર મચાવવા ભાસણ આપ્યા હતા. આતંકી સંગઠનોના યુવાનોને ભડકાવીને દેશદ્રોહી ઈસમોએ ત્રણ વર્ષમાં સેંકડો નિર્દોષોના ભોગ લીધા હોવાનું સરકારી એજન્સીઓ મા થી જાણવા મળ્યું હતું.

Most Popular

To Top