વડોદરા : ડંડા પછાડી પછાડીને કાયદાનું ભાન કરાવતા વાડી પોલીસના તત્કાલિન પીઆઈ ખુદ પોતે કાયદાનું પાલન કરવાનું ભૂલી જાય છતાં ગંભીર બેદરકારીઓ બદલ ઉચ્ચ અિધકારીઓ આંખ આડા કાન કરે તે હકીકત જ પ્રજાતંત્રને વિચારતી કરી મૂકે છે. પોલીસ ખાતામાંથી નિવૃત્ત થનાર હેડ કોન્સ્ટેબલે ખુદ પુરાવા સાથે વાડી પોલીસની લાલીયાવાડીનો ચિતાર ઉચ્ચ અિધકારીઓને પૂરો પાડ્યો છતાં જવાબદાર મનાતા પીઆઈ સામે લેશમાત્ર કાયદાકીય પગલાં ના લેવાતા પોલીસ બેડામાં જ કચવાટ સંભળાયો હતો. સન 2017ના વર્ષભરના અને 2018ના જાન્યુ. થી માર્ચના નાઈટ શીફ્ટના સરકારી પત્રકો હે.કોન્સ્ટેબલ જેરામભાઈ ખેતાભાઈ ફરજ બાદ નિવૃત્ત થઈને પણ ન્યાયિક લડત ચાલુ રાખીને પોલીસતંત્રને ઉજાગર કર્યું હતું. છતાં સમગ્ર કૌભાંડ ઉપર તમામ જવાબદાર અિધકારીઓએ ઠંડુ પાણી રોડી ઢાંખ પિછોડો કરી નાંખ્યો હતો.
નિવૃત્ત હેડ કોન્સ્ટેબલનો મુખ્યત્વે મુદ્દો જ એ હતો કે, વાડી પોલીસ સ્ટેશન પીઆઈ આર.આર.વસાવા દ્વારા જ કર્મચારીઓ પાસેથી ફરજની કામગીરીમાં વ્હાલા-દવલાની નીતિ દ્વારા અન્યાયી વલણ કેમ? જે કર્મચારી નિષ્ઠાપૂર્વક ઈનામદારીથી ફરજ બજાવે તેના માટે ખાતાના નિયમ વિરુદ્ધ નાઈટ બજાવે તેના માટે ખાતાના નિયમ વિરુદ્ધ નાઈટ રાઉન્ડની વધુમાં વધુ ફરજ સોંપાતી હતી. જ્યારે પીઆઈના પસંદગીના ખાસ મનાતા 12 કર્મચારીઓને નાઈટ રાઉન્ડ ફાળવવામાંથી સદંતર બાકાત રાખવામાં આવતા અન્યના ભાગે ડબલ નોકરીની ફરજ બજાવવી પડતી હતી.
સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે, હેડ કોન્સ્ટેબલે 2019માં કરેલી અરજીનો જવાબ આરટીઆઈમાં નિયમ મુજબ 30 દિવસમાં આપવાના બદલે કાયદાના રક્ષકોએ 6 માસ બાદ તદ્દન કુલડીમાં ગોળ ભાંગી નાંખ્યો હોય તેવો જવાબ આપ્યો હતો. પોતોના જ ખાતા દ્વારા હદ ઉપરાંત અન્યાયી વલણથી નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ અનરહદ નાસીપાસ થઈ ગયા હતા. કારણ કે, તેમણે જણાવેલા અન્યાય અે પણ મુદ્દાને ઉચ્ચ અિધકારીઓએ ખાતાકીય તપાસમાં સદંતર ધ્યાો જ લીધા ના હોય તેવા જવાબમાં ઉલટા આક્ષેપ થયા હતા.
તે પોલીસ કર્મચારીઓને મન દુ:ખ હોવાના કારણે અથવા ખોટી રીતે હેરાન-પરેસાન કરવાના ઈરાદાથી આક્ષેપ થયા હોવાનું ઉચ્ચ અિધકારીઓનું માનવું હતું. પીઆઈ આર.આર. વસાવાના ખુલાસો આપતા જવાબ અને તેમના માનીતા 12 કર્મચારીઓના નિવેદન પણ લગભગ એક સરખા જ હોવાથી પ્રથમ દૃષ્ટિએ જ શંકા ઉપજાવે છે કે, આખા કૌભાંડમાં એક-બીજાના દોષારોપણ અને ફરજ પ્રત્યેની બદેરકારી ઉપર ઢાંકપિછોડો કરવા સમાન જવાબ રજૂ કરાયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ નિવૃત્ત હેડ કોન્સ્ટેબલે કર્યો હતો.