આણંદ : ઠાસરા તાલુકાના નવાકુવા ગામમાં રહેતી પરિણીતાના પતિનું મૃત્યુ એક વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી થયું હતું. આથી, તે બે સંતાનો સાથે સસરા સાથે રહેવા આવી હતી. દરમિયાન સસરાની નજર બગડતા તેણી સાથે શારીરીક સબંધ બાધવા મજબુર કરી રહ્યો હતો. તે અંગે વિધવા દ્વારા ના પડાતા તેણીને અપશબ્દ બોલીને હેરાન કરતો હતો. સાથે સાથે તેની ઉપર શંકા રાખી તેને ગમેતેમ બોલતા વિધવાએ અભયમને જાણ કરી હતી. અભયમ દ્વારા ઘટનાસ્થળે પહોચીને કાયદાકીય ભાન કરાવી સમાધાન કરાવવામાં આવ્યું હતું.
ઠાસરાના નાનાકડાં ગામમાં રહેતી પરિણીતાના પતિનું મૃત્યુ એક વર્ષ પહેલાં થયું હતું. તે નિરાધાર બનતાં બે બાળકો સાથે સસરા સાથે રહેવા આવી હતી. દરમિયાન સસરા દ્વારા તેણીને રોજરોજ અપશબ્દ બોલીને હેરાન કરતા આસપડોશ દ્વારા મોટી ઉપરના છે, તેમ કહી સમાધાન કરવામાં આવતું હતું. દરમિયાન સસરાની નજર બગડતા વિધવા પુત્રવધુને તેની સાથે શારીરિક સબંધ રાખવા દબાણ કરતા તેણીએ સ્પ,ટ ઈન્કાર કરી દીધો હતો. આથી ઉશ્કેરાયેલા સસરાએ તેને હેરાન કરવા તેની ઉપર શંકા કરી અપશબ્દ બોલતા હતા. આથી કટાંળીને વિધવા પોતાના પીયર જતી રહી હતી.
દરમિયાન શાળા સંચાલકની નોકરી મળતા તે દિયર – દેરાણીના કહેવા પર સાસરીમાં પરત ફરી હતી. જોકે સસરાના વર્તનમાં કોઈ ફેરફાર પડ્યો ન હતો. દરમિયાન એક મરણ પ્રસંગે વિધવા પુત્રવધુ જતા રસ્તામાં અકસ્માત થતા તેને એક ભાઈ સાથે હોસ્પિટલ સારવાર કરાવીને ઘરે આવી હતી. તે દરમિયાન સસરા દ્વારા તેને ગમેતેમ અપશબ્દ બોલી તેની પર શંકા કરતા તેણીએ અભયમને બોલાવી હતી. 181 અભયમ દ્વારા ઘટનાસ્થળે પહોંચતા સસરા ભાગી ગયા હતા. આથી, કુટુબના વડીલને બોલાવીને કાયદાકીય ભાન કરાવી સમાધાન કરવામાં આવ્યું હતું.