Gujarat

સુરેન્દ્રનગરની થાન તાલુકા પંચાયતમાં 16 કોંગ્રેસી ઉમેદવારોને મેન્ડેટ જ નહીં મળ્યાં

ahemdabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા- તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ ( bhajap) અને કોંગ્રેસમાં કાર્યકર્તાઓમાં વિવાદ વિરોધ સાથે રાજીનામા આપવાનો સીલસીલો યથાવત રહ્યો હતો. બહુચરાજી ખાતે કોંગ્રેસના ( congress) ધારાસભ્ય પર હુમલાની ઘટના બની હતી. બહુચરાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર ( bharat barot) દ્વારા મેન્ડેટ ફાડી નાખવાના મુદ્દે લાલજી દેસાઈ (lalji desai) અને ધારાસભ્ય ભરત દેસાઈ ( bharat desai) ના સમર્થકો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી.

જોકે પાછળથી આ ઘટના અંગે ધારાસભ્ય ઠાકોરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ દુઃખદ ઘટના છે. આ અમારો પારિવારિક મામલો હતો, અમે બંને પક્ષે આ ઘટનાને ભુલાવી દીધી છે, અને સાથે મળીને કોંગ્રેસના ઉમેદવાર જીતે તે માટે કામે લાગી ગયા છીએ. કોંગ્રેસ પણ ટીકીટ આપવા માટે એક લાખની માગણી કરી હોવાનો ઓડિયો વાયરલ થતા મહેસાણા જિલ્લા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે કોંગ્રેસમાં પણ આ ઓડિયોને લઇ સ્થાનિક આગેવાનોની ઊંઘ હરામ થઇ ગઇ છે.

મહેસાણા જિલ્લાના કાંસા તાલુકા પંચાયતની બેઠક ઉપર સ્મિતલબેન રાઠોડ દ્વારા ટિકિટ માગવામાં આવી હતી. આથી સ્મિતલબેનના સસરા બીપીન રાઠોડે મહેસાણા જિલ્લા સેવા દળના પ્રમુખ જસુ પ્રજાપતિને ટેલિફોન પર વાત કરતાં તેમની પાસે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપિંગમાં સેવાદળના જિલ્લા પ્રમુખ જસુ પ્રજાપતિ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહના નામનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. આમ કોંગ્રેસમાં ટિકિટ માટે એક લાખ રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પ્રાથમિક સભ્ય પદ સહિત તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું છે.

દિનેશ ચોવટિયાએ કોંગ્રેસ સામે બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં મોટાપાયે જૂથવાદ અને ભાગલાવાદી નીતિ ચાલી રહી છે. કોંગ્રેસમાં કોઈનું સાંભળતું નથી. ખુલ્લેઆમ વચેટીયાઓ દ્વારા ટિકિટો પૈસા લઈને આપવામાં આવી રહી છે. તેમ જ પ્રદેશ પ્રમુખને ફોન ઉપાડવાનો પણ સમય ન હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.

સુરેન્દ્રનગરની થાન તાલુકા પંચાયતના ઉમેદવારોને કોંગ્રેસ મેન્ડેટ પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. જેના પગલે ભાજપ તમામ બેઠકો ઉપર બિનહરીફ ચૂંટાઇ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે થાન તાલુકા પંચાયતની ૧૬ બેઠકો ઉપર કોંગ્રેસના તમામ સભ્યો મેન્ડેટની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો ત્યાં સુધી કોંગ્રેસના સભ્યોને મેન્ડેટ મળ્યું નહોતું. તેથી તેઓ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનો મેન્ડેટ જમા કરાવી શક્યા નથી. જેના પગલે થાન તાલુકા પંચાયતની ૧૬ બેઠકો બિન હરીફ ભાજપના ફાળે જાય તેમ છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top