પલસાણા : પલસાણાના (Palsana) તાતીથૈયા ગામે બુધવારે મોડી સાંજે બાળકો સાથે રમતા રમતા પાંચ વર્ષીય બાળકી નહેરમાં પડી હોવાની આશંકા સાથે મોડી રાત સુધી તેની શોધખોળ ચાલુ રખાઈ હતી. ત્યાર બાદ સવારે પણ કડોદરા પોલીસ (Police) , ફાયર બ્રિગેડ (firebrigade) તેમજ સ્થાનિક લોકોએ શોધખોળ (search) કરતાં ઘટના સ્થળથી ૮૦૦ મીટર દુરથી તેની લાશ (death body) મળી આવતા પરીવાર પણ મોટી આફત આવી હતી.
- રમતા રમતા પાંચ વર્ષીય બાળકી નહેરમાં પડી
- પોલીસ, ફાયર બ્રિગેડ સહિત સ્થાનિકોએ મોડી રાત સુધી શોધખોળ કરી હતી
- ૧૫ કલાકના સર્ચ ઓપરેશન બાદ ઘટના સ્થળથી ૮૦૦ મીટર દુરથી બાળકીની લાશ મળી
પલસાણાના તાતીથૈયા ખાતે આવેલી ક્રુશ્તા પેલેસમાં મકાન નંબર એફ ૧માં રહેતા ભોલા સુલતાન ગુપ્તા (ઉ.વ ૩૦ મુળ રહે. દગાછાપડ થાના, કકડુ તા. સ્લેમપુર જિ.દેવરીયા ઉત્તર પ્રદેશ) તાતીથૈયા ખાતે મીલમાં સંચા ખાતામાં કામ કરી પત્ની અને બે બાળકો સાથેના પરીવારમાં રહી પોતાનું ગુજરાન ચલાવતા હતા. બુધવાર મોડી સાંજે તેમની દીકરી રાધીકા (ઉ.વ. પ) શ્યામ પેલેસની આગળ બિલ્ડીંગની આગળની ખુલ્લી જગ્યામાં બજારના મેદાનમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. જે દરમ્યાન એકાએક રાધિકા સાથે રમતા બાળકો આવી રાધિકાની માતાને તેમની દીકરી નહેરમાં ડુબી ગઈ હોવાનું જણાવ્યું હતું. જેને લઇ તેની માતાએ નહેરની નજીક બુમાબુમ કરી દેતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કડોદરા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
૧૫ કલાકના સર્ચ ઓપરેશન બાદ ઘટના સ્થળથી ૮૦૦ મીટર દુરથી બાળકીની લાશ મળી
બારડોલી ફાયર ઓફિસ૨ ગઢવી તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોચી તરવૈયાઓની મદદથી શોધખોળ હાથધરી હતી. ઘટના ગંભીરતા જોતા ઇન્ચાર્જ ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને ફાયરની ટીમે નીરંતર ૧૫ કલાક સુધી નહેરમાં ઓપરેશન કરી અંતે ગુરૂવારે હર્ષદ મીલ નજીક કેનાલમાંથી બાળકી મળી આવી હતી. ત્યારે કડોદરા પોલીસે બાળકીને કબજો મળેવી પીએમ અર્થે કારેલી આરોગ્ય કેન્દ્ર ૫૨ મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.