SURAT

સુરતમાં યુવકે બ્લેડ ફેરવી પોતાનું જ ગળું ચીરી નાંખ્યું, કારણ જાણી ચોંકી જશો

સુરત(Surat): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક 28 વર્ષીય યુવકે પોતાના જ ગળા અને હાથ પર બ્લેડના ઘા મારી દીધા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ યુવકને લોહીલુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવરા માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત જોઈ તબીબો પણ ચોંકી ગયા હતા. યુવકે આપઘાતનો (Sucide) પ્રયાસ કરતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીંડોલી લિંબાયતમાં આવેલા મહારાણા પ્રતાપ નગરમાં પરિવાર સાથે રહેતા 28 વર્ષીય મહેન્દ્ર ભરતભાઈ તુવરે આજે સવારે પોતાના ગળા અને હાથ પર બ્લેડના આડેધડ ઘા માર્યા હતા. મૂળ મહારાષ્ટ્રનો મહેન્દ્ર કાપડ માર્કેટમાં કામ કરતો હતો. થોડા સમય પહેલાં તેની નોકરી છુટી ગઈ હતી. બેરોજગાર મહેન્દ્ર તાણમાં રહેતો હતો. નોકરી છૂટી જવાના લીધે હવે તે નોકરી કરવા માંગતો નહોતો. તે પોતાનો ધંધો કરવા માંગતો હતો. તેથી છેલ્લાં કેટલાંક સમયથી તે માતા-પિતા પાસે વેપાર કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ માટેના રૂપિયાની માંગણી કરતો હતો. જે પિતા આપતા નહોતા.

દરમિયાન આજે સવારે મહેન્દ્ર ડીંડોલી રહેતા માસીના ઘરે મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. માસીના ઘરે ચા નાસ્તો કરી તે ધાબા પર ગયો હતો અને પોતાના જ ગળા અને હાથ પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નાના બાળકો તેને જોઈ જતા બૂમાબૂમ કરી મુકી હતી. લોકો ધાબા પર દોડી ગયા હતા અને મહેન્દ્રને લોહીલુહાણ હાલતમાં જોઈ ચોંકી ગયા હતા.

માતા પિતા 108ની મદદથી ઈજાગ્રસ્ત મહેન્દ્રને નવી સિવિલ લઈ ગયા હતા. જ્યાં સારવાર ચાલી રહી છે. મહેન્દ્રએ ગળા પર તીક્ષ્ણ ઘા માર્યો હતો. જેના લીધે 12 સે.મી. લાંબુ અને 4 સે.મી. પહોળું ગળું ચીરાઈ ગયું હતું. ઘા ઓછો ઊંડો હતો, જેથી તે બચી ગયો છે.

Most Popular

To Top