SURAT

સુરતમાં પ્રેમી દરવાજે ઉભો હતો અને પ્રેમિકાએ રૂમમાં આપઘાત કર્યો, એવું તો શું બન્યું હતું…

સુરતઃ પ્રેમીના મોંઢા પર દરવાજો બંધ કરી પ્રેમિકાએ પોતાના રૂમમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો ચોંકાવનારો બનાવ સુરતમાં બન્યો છે. દરવાજો તોડી મુસ્લિમ પ્રેમી પ્રેમિકાની ડેડબોડી લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો.

સુરતમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ સુરતમાં જ્યાં રૂમ રાખીને રહેતી હતી. ત્યાં ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં યુવતીના મૃતદેહને વસીમ સલીમ શેખ નામનો મુસ્લિમ યુવક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. જ્યાં યુવતીને મૃત જાહેર કરાઈ હતી. સમગ્ર ઘટના અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

જો કે, યુવતીના પરિવારજનોએ સમગ્ર મુદ્દો શંકાસ્પદ હોવાનું કહ્યું છે. યુવતીને મુસ્લિમ યુવક સાથે 8 વર્ષથી સંબંધ હતાં. હાલ પરિવારજનોએ ન્યાયની માગ કરતાં સમગ્ર ઘટના શંકાસ્પદ હોવાનું કહ્યું છે.

મૃતક યુવતીના ભાઈ જયેન્દ્ર વસાવાએ કહ્યું કે, મને જાણ થઈ કે મારી બહેને આત્મહત્યા કરી છે. જેથી અમે આવી ગયા હતાં. અમને વસીમભાઈએ જાણ કરી હતી. વસીમ અને મારી બહેન રિલેશનશીપમાં હતાં. મારી બહેન ડોમિનોઝમાં 8 વર્ષથી નોકરી કરતી હતી. સવારે જ વાત થઈ હતી. તેણે કંઈ કીધું નહોતું. સારી રીતે વાત કરી હતી. જમવાનું બનાવું છે. તેમ મારી અને મારી પત્ની સાથે વાત થઈ હતી. અમને વસીમભાઈ હોસ્પિટલ લાવ્યા અને તેનું મોત થયું છે તેવી જાણ થઈ હતી. અમને શંકાસ્પદ કંઈક હોય તેવું લાગે છે.

શું કહ્યું પ્રેમીએ?
વસીમ સલીમ શેખે કહ્યું કે, મારે યુવતી સાથે 8 વર્ષ જૂના સંબંધ હતાં. મેં બપોરે ફોન કર્યો હતો. જો કે, મારે ગાડીના પેપર લેવાના હતાં. જેથી હું સીધો જ તેના ઘરે ગયો હતો. તેની ફ્રેન્ડ જોબ પર જવા નીકળી ગઈ હતી. બાદમાં મેં દરવાજો ખખડાવ્યો હતો. આ દરમિયાન તેણે તેની ફ્રેન્ડ હોવાના વહેમમાં દરવાજો ખોલ્યો હતો. યુવતી સાથે એક યુવક હતો. જે મેનેજર હોય તેવું લાગ્યું હતું. ડોમિનોઝનો મેનેજર હતો. શર્ટ પહેર્યો નહોતો. યુવતીના કપડા પણ યોગ્ય નહોતા.

મેં મારી ગાડીના પેપર માગ્યા હતાં. પરંતુ યુવક મને ધક્કો મારીને નાસી ગયો હતો. યુવતીએ દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં મેં બહુ દરવાજો ખખડાવ્યો પછી મેં દરવાજો તોડ્યો તો તે લટકતી મળી હતી. બાદમાં હું તેને રિક્ષામાં લઈ હોસ્પિટલ લઈ આવ્યો હતો. સિવિલમાં તેને મૃત જાહેર કરી હતી. મેં તેના ભાઈ-ભાભીને ફોન કર્યા હતાં. પરંતુ તેમણે રિસિવ ન કર્યા બાદમાં પોલીસે ફોન કરતાં તેઓએ રિસિવ કર્યા હતાં.

Most Popular

To Top