SURAT

‘તું કેડબરી જેવી છે’ કહી સુરતના મોટા વરાછામાં દુકાનદારે 11 વર્ષની કિશોરીના ચહેરા પર હાથ ફેરવ્યો

સુરત : (Surat) સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક આધેડ વયના દુકાનદારે 11 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરી છે. આ મામલામાં કિશોરીના પરિવારજનોએ પોલીસને ફરિયાદ કરતાં પોલીસે દુકાનદારની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • સુરતના મોટા વરાછાની ઘટના
  • બાળકી કેડબરી લેવા ગઈ ત્યારે દુકાનદારે છેડતી કરી
  • દુકાનદારે કિશોરીના ખભા તથા ચહેરા પર હાથ ફેરવ્યો હતો
  • અમરોલી પોલીસે દુકાનદાર તુષાર ધામેલિયાની ધરપકડ કરી

મોટા વરાછાના મુરલીધર, તુલસી આર્કેડ ખાતે 11 વર્ષની કિશોરીની (11 years Old Girl) છેડતી (Molestation) કરનાર દુકાનદાર (Shop Keeper) સામે અમરોલી પોલીસમાં પોકસો (Pockso) હેઠળ ગુનો (Crime) દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે અસરગ્રસ્ત કિશોરીના પિતાએ દાખલ કરાવેલી ફરિયાદ (Complaint) અનુસાર તેઓના શોપિંગ સેન્ટરમાં જી 4 દુકાનમાં તેમની દિકરી કેડબરી (Cadbury ) લેવા ગઇ હતી. તે દરમિયાન દુકાનદાર તુષાર પરેશભાઇ ધામલિયાએ કિશોરીને ‘તું કેડબરી જેવી છે’ કહીને કિશોરીના ખભા તથા ચહેરા પર હાથ ફેરવ્યો હતો. કિશોરીએ ત્વરીત જ આ મામલે તેના પિતાને જાણ કરી હતી. તેના પિતાએ ત્વરીત દુકાનમાં આવીને દુકાનદાર તુષારને ખખડાવ્યો હતો. આ ઉપરાંત આજુબાજુ લોકો ભેગા થઇ જતા પોલીસ બોલાવી પડી હતી. દરમિયાન આ મામલે અમરોલી પોલીસે દુકાનદરા તુષારની ધરપકડ કરીને તેની સામે પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

બારડોલીમાં યુવકે 15 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવી
બારડોલી: સુરતની નજીક આવેલ બારડોલીના ઉવા ગામમાં પણ ચોંકાવનારી ઘટના બની છે. અહીં 15 વર્ષની સગીરા સાથે ગામના જ 20 વર્ષીય યુવકે દુષ્કર્મ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. યુવકે 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. આ સંબંધ દરમિયાન સગીરા ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો છે. પોલીસે યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ઉવા ગામના કોળીવાડ ફળીયામાં રહેતા 20 વર્ષીય વિશાલ મુકેશ હળપતિએ નજીકના ગામની 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે સગીરા સાથે ત્રણ વર્ષ પ્રેમ સંબંધ રાખી શરીર સંબંધ બાંધતાં ગર્ભવતી થઈ ગઈ હતી. સગીરાને પાંચ મહિનાનો ગર્ભ હોવાની જાણ તેના પરિવારજનોને થતાં તાત્કાલિક બારડોલી ગ્રામ્ય પોલીસમાં વિશાલ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top