surat : શહેરમાં છ જેટલા ખાનગી રેલવે કાઉન્ટર શહેરમાં રેલવેની ટાઉટગીરી કરનારને જ સોંપી દેવાયા છે. કાગળ પર ખાનગી રેલવે ટિકીટ ઘરમાં નામ અલગ છે પરંતુ શહેરના ટોચના રાજકારણીનુ નામ વટાવી ખાઇને રોજનો લાખ્ખોનો કડદો આ ટાઉટ કરી રહ્યો છે. કંટી નામનો આ ટાઉટ એક અંદાજ પ્રમાણે રોજના પાંચ લાખ કરતા વધારેની રેલવે ટિકીટ ( railway tickit) નો વેપલો કરી રહ્યો છે. અઠવા લાયન્સ ખાતે ઓફિસ ધરાવતા આ ટાઉટનો વીસ જેટલો ખાનગી સ્ટાફ છે.
મહિને ખાનગી સ્ટાફને ચાર લાખ પગાર કંટી ચૂકવી રહ્યો છે. તેમાં સરકારી અધિકારીઓ થી લઇને વેપારીઓનું રોજની કમ્પ્યૂટર મારફત ઓન લાઇન બે નંબરમાં આ ટાઉટ ટિકીટ બનાવી રહ્યો હોવાની વાત છે. આરપીએફ ( rpf) આ મામલે ચૂપચાપ બેઠુ છે. તેમાં સુરત આરપીએફને એક અંદાજ પ્રમાણે પ્રતિ મહિને બે લાખનો હપ્તો પહોંચી રહ્યો હોવાની ચર્ચા છે. અમે આરપીએફને પૂછયું તો આ મામલે તેમણે કાઇ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. દરમિયાન સુરતમાં ઇમરજન્સી રેલવે ટિકીટ કવોટામાં આ લુખ્ખો સ્થાનિક અધિકારીઓને પણ ફોડી નાંખ્યા હોવાની વાત છે. આરપીએફ પણ હાલમાં ચોક્કસ રાજકીય ઓથ આ ટપોરીને હોવાને કારણે તેઓ ગભરાઇ રહ્યા છે.
ડીઆરયુસીસી મેમ્બરો કંટીની ફરિયાદ કરશે
શહેરમાં ટિકીટ માફિયા કંટી પર ટિકીટ મામલે આખી ગેંગ ઉભી કરી છે. તેમાં ઉધના રેલવે સ્ટેશન હોય કે પછી સુરત રેલવે સ્ટેશન હોય આ ટાઉટની એન્ટ્રી વગર કોઇને ટિકીટ મળતી નથી, આ ઉપરાંત આ ટાઉટ હાલમાં સુરત રેલવેના ઇમરજન્સી ટિકીટમાં પણ મોટો ધંધો કરી રહ્યા છે. ડીઆરયુસીસી મેમ્બર હબીબ વોરા અને સુનીલ પટેલ દ્વારા આ ટાઉટની ફરિયાદ દર્શનાબેન જરદોષને કરવામાં આવશે. તેમાં રાજકીય માથાઓનુ ખોટું નામ આ ટાઉટ વટાવી રહ્યો હોવાની વિગત જાણવા મળી છે.