SURAT

સુરતમાં પાંચ ચોપડી ભણેલા એક લાખમાં ડોક્ટર બની જાય છે

સુરત : જે કામગીરી જિલ્લા પંચાયતે કરવાની છે તે કામગીરી આખરે ડીસીપી વિજયસિંહ ગુર્જરે કરી છે. તેમાં શહેરમાં પાંચ ચોપડી પાસને તબીબ બનાવી દેનારા એવા ડો.રશેષ ગુજરાતીને જેલ ભેગા કર્યા બાદ તેણે અઢી હજાર ડિગ્રી બીઇએમએસ નામ આપીનૈ વેચી હોવાની કબૂલાત કરી છે.

શહેરમાં પોલીસે અત્યારસુધી 13 તબીબોની ધરપકડ કરી છે જેઓ પાંચ ચોપડી પાસ છે અને બીઇએમએસ એટલેકે બેચલર ઓફ ઇલેકટ્રો હોમિયોપેથી મેડિકલ ફ્રોડ ડિગ્રી ધરાવે છે. તેમાં છ મહિના કાગળ પર ટ્રેનિંગ લઇને દર વર્ષે ડો.રશેષ ગુજરાતી તથા ડો.રાવતને રજિસ્ટ્રેશનના અઢી હજાર આપવામાં આવતા હતા. દરમિયાન પોલીસ હાલમા 1200 સર્ટિફિકેટ બોગસ આપ્યા હોવાની વાત ઓન રેકર્ડ કરી રહી છે. આ આંકડો સંભવત સાત હજાર કરતા વધારે હોવાની વાત છે.

30 વર્ષથી ધંધો શા માટે બેધડક ચાલી રહ્યો છે
આ મામલે જે ચોંકાવનારી વિગત છે તેમા આ બીઇએમએસ બોગસ તબીબો તે સ્લમ એરિયામા શહેરની જાણીતી વીસ કરતા વધારે મોટી હોસ્પિટલોને મોટા ગ્રાહકો પહોચાડે છે. તેમા વર્ષે 500 કરોડનો વહીવટ આ ફ્રોડ તબીબો શહેરની ખ્યાતનામ હોસ્પિટલોને કરી આપે છે. તેમાં પેશનટોની ફીમાંથી વીસથી ચાલીસ ટકા આ ફ્રોડ તબીબોને અપાય છે.

દરમિયાન રશેષ ગુજરાતી અગાઉ પણ પકડાઇ ચૂકયો છે પરંતુ મોટી હોસ્પિટલોની તબીબોની મહેરબાનીથી તથા 500 કરોડનો હાલનો આ ધંધો ચલાવવા માટે આ લોકોને હોસ્પિટલો પ્રોટેકશન આપી રહ્યો હોવાની ચર્ચા છે. તેને બ્લડ લેબોરેટરી, મેડિકલ શોપ તથા હોસ્પિટલોમાંથી મોટું કમિશન મળે છે અને આ ગોરખધંધો શહેરમાં 30 વર્ષથી ચાલી રહ્યો છે.

રશેષ કહે છે અમે દોઢ વર્ષ ટ્રેનિંગ આપતા હતા
આ મામલે રશેષ ગુજરાતીએ જણાવ્યું કે, અમે દોઢ વર્ષ ટ્રેનિંગ આપીને બીઇએમએસ તબીબો તૈયાર કરતા હતા. દરમિયાન આ સર્ટિફિકેટ ફ્રોડ હોવાની કબૂલાત તેણે પોલીસ આગળ કરી છે. દરમિયાન આ તબીબોનો રાફડો હવે પોલીસ શોધી રહી છે પરંતુ પોલીસના ડરથી લિંબાયત, ગોડાદરા, સચિન, ઉન, મોટા વરાછા, કામરેજ, કડોદરા જેવા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા સેંકડો ફ્રોડ તબીબો હાલમાં સુરત છોડીને ભાગી ગયા છે.

ડો રસેશ એલોપેથી, હોમિયોપેથી કે આયુર્વેદિક પ્રેક્ટિશની ડિગ્રી આપતો હતો
પોલીસે પૂછપરછ કરી ત્યારે  ત્રણેય બોગસ ડોક્ટરોએ ખુલાસો કર્યો હતો કે, તેઓએ આ ડિગ્રી ડો. રસેશ ગુજરાતી પાસેથી લીધી છે. આ રેકેટના માધ્યમથી અનેક લોકોને બોગસ ડિગ્રી આપી હતી, અને આ ડિગ્રીના આધારે ઘણા ડોક્ટરો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આ ડોક્ટરો પાસે ડિગ્રી તો બોગસ છે પરંતુ તેઓ એલોપેથી દવાઓનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્રણેય બોગસ ડોક્ટરો પાસે હકીકત સાભળી ચોંકી ઉઠી હતી.

ડો. રસેશ ગુજરાતી અલગ અલગ ટ્રસ્ટમાં વાઈસ પ્રિન્સિપાલ અને પ્રવકતા હતા
ડો. રસેશ ગુજરાતી 1990ના દાયકામાં BHMSનો અભ્યાસ કર્યો હતો અને વિવિધ ટ્રસ્ટમાં પ્રવક્તા અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું હતું. પરંતુ આમાં ખાસ નફો ન થતો હોવાથી તેણે ઇલેક્ટ્રો હોમિયોપેથી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે કોઈ નિયમો જાહેર ન થતાં તેણે આ કૌભાંડ શરૂ કર્યું હતું. લોકોને તેમની આપેલી ડિગ્રી પર એલોપેથી, હોમિયોપેથી કે આયુર્વેદિક પ્રેક્ટિસ કરી શકતા હોવાનું કહી તગડી ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. ફી વસૂલ્યાના 10 દિવસમાં જ ડિગ્રી આપતો હતો.

ઉન વિસ્તારમાં અગાઉ બાળકીનો ભોગ લેનાર બોગસ ડોક્ટર ફરી પકડાયો
પોલીસે જે 13 બોગસ ડોક્ટરોની ટોળકીએ પકડી પાડી છે તેમાંથી એક ડોક્ટર પહેલાં પણ પકડાયો હતો. બાળકની સારવાર કરનાર આ બોગસ ડોક્ટર સમિમ અન્સારી જે ઉનનો રહેવાસી છે. તેની આ બીજીવાર ધરપકડ કરવામાં આવી છે. આ એ જ બોગસ ડોક્ટર છે જેના કારણે નિર્દોષ બાળકીનો જીવ ગયો હતો.

ચોંકાવનારી વાત એ છે કે, આ ડોક્ટર માત્ર દસ ધોરણ સુધી જ ભણ્યો છે અને આ બોગસ ડિગ્રી તેણે ડોક્ટર રસેશ ગુજરાતી પાસેથી મેળવી હોવાનું પોલીસને જણાવ્યુ હતું.સમીમને આ મામલે મીડિયા કર્મીઓ સવાલ પૂછાતા તેણે હાઈસ્કૂલ સુધી ભણ્યો હોવાનું જણાયું હતું.બાળકીનું તો સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. કોર્ટમાં કેસ ચાલે છે તેવું રટણ કર્યું હતું.

નફટ રસેશ ગુજરાતીએ આ ડિગ્રી નહી માત્ર સર્ટિફિકેટ હોવાનો દાવો કર્યો
ડો. રસેશ ગુજરાતીએ મીડિયા કર્મીઓના સવાલોથી અકળાઇને જણાવ્યુ હતું કે, હું કોઈ બોગસ કામ નથી કરતો મેં કોઈપણ પ્રકારની ડિગ્રી આપી નથી. જેણે પણ તમને જાણકારી આપી છે તેના જ પાસેથી જઈને પૂછો. હું માત્ર શીખવતો હતો. ડિગ્રી નથી આપતો.

ગુજરાત હાઈકોર્ટના 2010ના ચૂકાદા મજુબ ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર-પ્રસાર કરી શકાય છે. પ્રચાર-પ્રસાર અને સર્ટિફિકેટ આપી શકાય છે. આ ડિગ્રી નથી માત્ર સર્ટિફિકેટ હોવાનો દાવો કર્યો હતો.1992થી આ બધુ ચાલે છે. અમે 1500 લોકોને સર્ટિફિકેટ આપ્યા છે.જેટલા આરોપ લાગ્યા છે તે લાગતા જ રહે છે.

ડો. રસેશ ગુજરાતીએ ડો. બીકે રાવત સાથે મળીને 1200 બોગસ ડોક્ટર બનાવ્યા
ગુજરાતમાં 1,200 લોકોને બોગસ ડિગ્રી આપવા પાછળ ડો. રસેશ ગુજરાતીએ ડો. બીકે રાવત સાથે મળીને કામગીરી કરી હતી. પહેલાં કેટલાક યુવકોને ઇલેક્ટ્રો હોમિયોપેથીનો ત્રણ વર્ષના કોર્સમાં બે વર્ષમાં પૂર્ણ કરાવ્યો. આ કોર્સ હેઠળ દવાઓ કેવી રીતે આપવી અને કયા પ્રકારના ઉપચાર કરવાના તેની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

આ લોકોના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે, લોકોને કોર્સ વિશે કંઈ જ જાણકારી નથી અને બોગસ ડિગ્રી મેળવીને એલોપેથી દવા આપી સારવાર કરવા લાગ્યા હતા.અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા.આ ગોરખ ધંધો વર્ષોથી ચાલતો આવ્યો છે.બોગસ ડિગ્રીના આધારે કેટલાય લોકો મોતને ઘાટ પણ ઉતાર્યા હોવાની શંકા સેવાઇ રહી છે.

સુરત અને અમદાવાદ ઓફિસે પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ રેડ કરી હતી
પોલીસે બાલાજીકૃપા સોસાયટી, પાલનપુર જકાતનાકા ખાતે રશેષના ઘરે રેઇડ કરતાં રજિસ્ટ્રેશન ફોર્મ, ડૉકટરોની રજિસ્ટ્રેશનનું રજિસ્ટર, માર્કશીટ, BEMS ડિગ્રીનું એપ્લિકેશન ફોર્મ, ડૉ.બી.કે.રાવતનાઓએ આપેલ નોટિસ, હાઇકોર્ટના ઓર્ડર,આઇકાર્ડ સાથેના સર્ટિફિકેટ-7, કોરા સર્ટિફિકેટ-5, સર્ટિફિકેટની ઝેરોક્ષ-15 થી વધારે, રીન્યુઅલ ફોર્મ-8 દસ્તાવેજ મળી આવ્યા હતા.

જ્યારે અમદાવાદ ખાતે ડૉ.બી.કે.રાવતની ઓફીસમાંથી ખાલી ડિગ્રી નંગ-૧૦, તૈયાર ડિગ્રી-૩૦, એપ્લિકેશન ફોર્મ-૧૬૦, આઇકાર્ડ નંગ-૧૨, વેબસાઇટમાં રજિસ્ટર્ડ ડિગ્રી ધારક-૧૨૫૦ જેટલા, ઓફીસમાંથી મળેલ રજીસ્ટરમાં રજિસ્ટ્રેશન થયેલ ડૉકટર-1630 જેટલા તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.

ગોપીપુરામાં ક્લિનિકમાં સારવાર નહીં કરવા આવતા રશેષ નુકશાનીમાં ચાલતો હતો
રશેષ સને-૨૦૦૨ માં ગોપીપુરા કાજીના મેદાન, રત્ન સાગર સ્કુલની સામે “ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટ”ની સ્થાપના થયેલ હતી. આ ટ્રસ્ટના અંડરમાં “ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ” ની પણ સ્થાપના કરી હતી. ત્યારબાદ તેને અનુભવ થયો કે લોકો ઇલેક્ટ્રો હોમીયોપેથીનો પ્રોપર ત્રણ વર્ષ અભ્યાસ કરવામાં રસ ધરાવતા નથી અને ઇલેક્ટ્રો હોમીયોપેથીનો અભ્યાસ અને સારવાર બહુમત મહેનતનું કામ છે અને લોકોમાં પણ ઇલેક્ટ્રો હોમીયોપેથી માટે જાગૃતતા નથી. જેથી લોકો પણ ઇલેક્ટ્રો હોમીયોપેથી પાસે સારવાર કરાવતા નથી અને જેથી તેઓ સતત નુકશાનીમાં ચાલતા હતા.

70 હજાર ફી વસૂલી બોગસ ડોક્ટરને ડિગ્રી બનાવી આપી, પ્રોટેકશન પણ આપતા  
રશેષ ડૉ.બી.કે.રાવતનાઓએ પૈસા કમાવવા સારૂ BEMS ના અભ્યાસ માટે કોઇપણ માણસને કોઇપણ અભ્યાસ વગર એડમિશન આપી તેઓની પાસેથી 75 હજાર ફી લઇ એક અઠવાડીયા પછી BEMS ડિગ્રી, માર્કશીટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને આઇકાર્ડ આપી ડેટા હતા.

તેઓ ડિગ્રી ધારકને બાહેધરી આપતા કે, તમે ક્લિનિક/ દવાખાનું ચલાવવામાં કોઇ મુશ્કેલી પડે તો અમે તમને મદદ કરશું તેમજ ઇમરજન્સી હોય તો તમે મને કે અમારી સંસ્થાને મોબાઇલ ફોન પર સંપર્ક કરી શકશો અને તમે એલોપેથીક, આયુર્વેદીક, હોમીયોપેથીકની દવા પણ આપી શકશો તેવી બાહેધરી આપી તેઓને વિશ્વાસ અને ભરોસો આપતા હતાં.

અમારી પાસેથી BEMS ડિગ્રી મેળવેલ ડૉક્ટરના રેફરન્સથી તેઓ બીજા લોકોને મોકલતા હતાં તે ડૉકટરને પાંચ હજાર રૂપીયા કમિશન આપતા હતાં. રસેષ વિઠલદાસ ગુજરાતી અને ડૉ.બી.કે.રાવત નાઓએ મળીને બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમીયોપેથીક મેડીસીનના નામે આશરે એક હજારથી વધારે લોકોને BEMS ની બોગસ ડિગ્રી આપેલ છે અને તેઓએ અમારી સ્કુલમાંથી કોઇપણ પ્રકારનો અભ્યાસ કે ટ્રેનીંગ લીધેલ નથી.

ડિગ્રી રિન્યૂ ન કરાવેતો ઇરફાન અને શોભિતસિંહ ધમકાવી વસૂલી કરતા
આરોપીઓ રજિસ્ટ્રેશનને માન્યતા આપતા હતા. જો રજિસ્ટ્રેશન એક વર્ષ માટે માન્ય હોય તો નવા રજિસ્ટ્રેશનના બહાને રૂપિયા 5,000થી 15,000 સુધી વસૂલતા હતા. જો કોઈ ડોક્ટર આ ફી નહીં ચૂકવે તો તેમને ધમકી આપવામાં આવતી હતી. ડો. રસેશ ગુજરાતી બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ આપીને મેળવેલા રૂપિયામાંથી 30 ટકા ડો. બીકે રાવતને આપતા હતા. બાકીના પૈસા પોતે રાખતા હતા. ઇરફાન અને શોભિતસિંહ જેવી વ્યક્તિઓ લોકોને ધમકાવવાનું અને રજિસ્ટ્રેશનની ફી વસૂલવાનું કામ કરતા હતા.

જો કોઈ ડોક્ટર રિન્યૂ ન કરાવે તો તે પ્રેક્ટિસ કરી શકતો નહીં અને તેને પરેશાન કરવામાં આવતો હતો. જો ડોક્ટર ફી ન ચૂકવે તો ડો. બીકે રાવત દ્વારા નોટિસ મોકલવામાં આવતી હતી. આ નોટિસનો ડર બતાવીને ડોક્ટર પાસેથી ફી વસૂલવામાં આવતી હતી.

ડૉ.બી.કે.રાવત behmgujarat.com ડિગ્રી લઇ જનાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરતો
ડૉ.બી.કે.રાવતનાઓ BEMS ની ડિગ્રીને સાચા જેવું લાગે તે માટે તેની ડિઝાઇન સારી કરી તેના પર ડૉ.બી.કે.રાવત અને બોર્ડનું સ્ટીકર લગાડતા હતાં. ડૉ. બી.કે.રાવતનાઓએ behmgujarat.com નામની વેબસાઇટ તૈયાર કરી હતી જે વેબ સાઇટ પર BEMS ની ડિગ્રી લઇ જનાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરતા હતાં. જેથી BEMS ની ડિગ્રી બોગસ છે તેની કોઇને જાણકારી થતી ન હતી.

આ રસેષ ગુજરાતી અને બી.કે.રાવતનાઓએ બે પ્રકારના મોડલ તૈયાર કરેલ જેમાં પહેલા મોડલમાં તેઓ ડૉકટરને BEMS ની ડિગ્રી 70 હજારમાં આપતા હતાં તેઓની ક્લિનિક ચલાવવાની, દવા લેવા અને પ્રેક્ટીશ કરવાની જવાબદારી ડૉકટર પર રહેતી હતી.

BEMS ની બોગસ ડીગ્રી બનાવી આપનાર ટોળકી

  • ડૉ.રસેષ વિઠલદાસ ગુજરાતી, (ઉ.વ.58.,બાલાજીકૃપા સોસાયટી, પાલનપુર જકાતનાકા, રાંદેર)
  • ભુપેન્દ્ર સુરજભાન રાવત (ડૉ.બી.કે.રાવત) (ઉ.વ.64, રહે. જલપરી સોસાયટી, વસ્ત્રાલ રોડ, અમદાવાદ. મૂળ રહે.ઉત્તરપ્રદેશ)
  • ઇરફાન ઇસ્માઇલ સૈયદ, (ઉ.વ.38, રહે.કમરૂનગર ટેનામેન્ટ, મીઠી ખાડી લીંબાયત., મૂળ રહે.ગામ-મહારાષ્ટ્ર)

 બોગસ ડોક્ટર સહિતના 10 લોકો પકડાયા

  • રાકેશભાઇ ચંદુભાઇ પટેલ (ઉ.વ.42 રહે. સ્વસ્તીક રેસીડન્સી,ડિડોલી)
  • આમીન જાફરભાઇ ખાન (ઉ.વ.૩૪ રહે. હળપતિ કોલોની માનદરવાજા, મૂળ.,મધ્યપ્રદેશ)
  • સમીમ સીરાજઉદ્દીન અંસારી (ઉ.વ.૩૮ રહે. પ્લોટ નં.૧૦ અને ૧૧ ગરીબ નવાજનગર, એકતા ચોકડી, ભેસતાન.,મૂળ રહે., બિહાર)
  • સૈયદ અબ્બેબક્કર અબદુલબંસલ( ઉ.વ.35 રહે. આસ્માનગર ઉન., મૂળગામ.બિહાર)
  • મોહંમદ ઇસ્માઇલ રહિમુદ્દીન શેખ (ઉ.વ.30,રહે.મુસ્તાકભાઈ અહેમદભાઇ મન્સુરી ના મકાનમાં શાસ્ત્રીનગર લિંબાયત મૂળ.,વેસ્ટબંગાળ)
  • તબરીશ સલીમ સૈયદ (ઉ.વ.37 રહે. સુમન સિદ્ધિ સોસાયટી  લિંબાયત મૂળ.,મહારાષ્ટ્રા)
  • રાહુલ તુરંતલાલ રાઉત (ઉ.વ.23,રહે.રમાબાઇ ચોક મીઠી ખાડી લિંબાયત, મૂળ.,બિહાર)
  • શશીકાંત મીશ્રી મહંતો(ઉં.વ.44રહે.કેશવનગર સોસાયટી હાઉસિંગ બમરોલી રોડ પાંડેસરા મૂળ રહે. બિહાર)
  • સિધ્ધાર્થ કાલીપદ દેવનાથ (ઉ.વ. 38 રહે. પ્લોટ નં. ૧૩૧ તૃપ્તીનગર મિલન પોઇન્ટ પાંડેસરા સુરત મૂળ રહે.વેસ્ટબંગાલ)
  • પાર્થ કાલીપદ દેબનાથ (ઉ.વ.38 ક્લિનિક એડ્રસ.૨૧૭ ઇશ્વરનગર સોસાયટી, કૈલાશ ચોકડી પાસે, પાંડેસરા સુરત રહે. પ્લોટ નં. ૧૩૧ તૃપ્તીનગર મિલન પોઇન્ટ પાંડેસરા.,મૂળ રહે.,વેસ્ટબંગાલ)

Most Popular

To Top