SURAT

સુરતમાં જીવલેણ કોરોનાની ઝપેટમાં સૌથી વધુ વિદ્યાર્થી સપડાયા, અઠવાડિયાની શરૂઆતમાં જ..

એક વર્ષ પછી પણ દેશમાં કોરોના(CORONA)નો કહેર યથાવત છે, ત્યારે સુરતમાં જીવલેણ કોરોનાની ઝપેટમાં સૌથી વધુ વિદ્યાર્થી (STUDENTS) સપડાયા હોવાની વાત ચોંકાવનારી છે. અને આઠવાડિયાની શરૂઆતમાં જ એટલે કે સોમવારના રોજ 3 ખાનગી ડોક્ટર (DOCTORS), મનપાના 10 કર્મચારી(SMC EMPLOYEE), 43 વિદ્યાર્થીઓ, 18 વ્યવસાયી, વિવિધ બેંકમાંથી 5 કર્મચારી, 6 શિક્ષક(TEACHER), સ્મિમેરના 2 કર્મચારી, હીરાના 17 વર્કરો,હીરા સાથે સંકળાયેલા 24 વ્યક્તિ અને 2 વકીલ પણ પોઝિટિવ (POSITIVE) આવ્યા હતા તો મંદીમાં સપડાયેલ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 13 લોકો કોરોનાની ઝપેટમાં આવતા હાલ ટેક્સટાઇલ માર્કેટ (TEXTILE MARKET)માં પણ સોપો પડી ગયો છે.

સુરત શહેરમાં કોરોના પરિસ્થિતિ ખુબ વણસી રહી છે. મૃત્યુઆંક પર નજર કરીએ તો આજે સત્તાવાર 16 અને જીલ્લામાં 2 મળી કુલ 18 વ્યકિતના મૃત્યુ નોંધાયા છે. શહેરમાં નવા 1087 અને જીલ્લામાં રેકોર્ડબ્રેક 361 મળી કોરોનાનાં નવા 1448 દર્દી નોંધાયા છે. શહેરના તમામ આઠે ઝોનમાં પ્રથમવાર 100થી વધુ કેસ નોધાયા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ રવિવારે 16 મોતમાં અડાજણના 81 વર્ષીય વૃદ્ધ, કતારગામના 65 વર્ષીય વૃદ્ધા, વેડરોડના 78 વર્ષના વૃદ્ધા, ડીંડોલીના 60વર્ષના વૃદ્ધા, અમરોલીના 65 વર્ષના વૃદ્ધા, ડીંડોલીના 65 વર્ષના વૃદ્ધ, પાર્લે પોઇન્ટની 58 વર્ષની મહિલા,  લિંબાયતના 55 વર્ષના પ્રોઢ, વરાછાના 72વર્ષના વૃદ્ધા, અમરોલીના 65 વર્ષીય વૃદ્ધા,મોરાભાગળના 65 વર્ષના વૃદ્ધ,રાંદેરના 70 વર્ષના વૃદ્ધ,ઉધનાના 75 વર્ષના વૃદ્ધ,ઉધનાના 66 વર્ષના વૃદ્ધ,પુણાગામના 48 વર્ષીય આધેડ અને પુણાગામના 61 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે.

સુરત શહેરમાં  રવિવારે નવા 1087 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 185, રાંદેરમાં 171, સેન્ટ્રલમાં 141 સહિત તમામ ઝોનમાં 100 વધુ કેસ છે.  કુલ કેસ 57,728 અને  મૃત્યુઆંક 989 થયો છે. ત્યારે સાજા થનારા દર્દીઓનો આંક 53,133 છે.. ત્યારે સોમવારે આ જ કેસો પૈકી કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને 74947 પર પહોંચી ગયો છે. અને અત્યાર સુધીમાં કુલ 67963 લોકોને રજા આપવામાં આવી ચૂકી છે. સુરત શહેરની સરકારી હોસ્પિટલોમાં 1078 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહયા છે . જેમાં સિવિલ હોસ્પિટલમાં 665 દર્દી ઓક્સિજન પર, 141 દર્દીઓ બાયપેપ પર અને 15 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં 173 દર્દી ઓક્સિજન પર, 69 દર્દી બાઇપપે પર અને 15 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

કોરોનાની અસરથી બેન્કોએ કામકાજનો સમય ઘટાડી દીધો
સુરત શહેરમાં કોરોનાની વધતી ગતિના કારણે બેન્કમાં કામ કરતા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. અને વધુ સંક્ર્મણ ના ફેલાય તેથી સાવચેતીના ભાગરૂપે ઘણી શહેરની કો.ઓપરેટીવ અને ખાનગી બેન્કોએ કામકાજનો સમય ઘટાડીને સવારે 10 થી બપોરે 3નો કરી દીધો છે. સાથે જ ખાતેદારોને ઓનલાઈન બેન્કિંગ કરવા માટે આગ્રહ પણ કરાયો છે. નેશનલાઈઝ્ડ અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટના સભ્યની બેન્કોના કામના કલાકોમાં કોઈ ઘટાડો કરાયો નથી. જેમાં નોંધનીય 45 નેશનલાઈઝ્ડ, કો.ઓપરેટીવ અને ખાનગી બેન્કોની 350 બ્રાંચ કાર્યરત છે.

Most Popular

To Top