SURAT

સુરતમાં વ્યાજખોરોએ કાપડના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું, ખુરશી પર બેસાડી ફટકાર્યો

સુરત (Surat) : રૂપિયા બે લાખ વ્યાજ (Interest) પર લેવાનુ કાપડ બજારના વેપારીને (Textile Trader) ભારે પડી ગયુ હતું. નાંણા લીધા પછી વ્યાજખોરોએ પાંચ લાખની બલેનો કાર કબ્જે કરી હતી. આ ઓછું હોય તેમ બાકીના નાંણા લેવા માટે વેપારીનુ અપહરણ રીને તેને બંધ દુકાનામાં 3 ઇસમો દ્વારા ફટકારવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. આ આખા પ્રકરણમાં વ્યાજખોરો પૈકી ચિરાગ નામના મોટા માથાને બચાવવા માટે ટોચના રાજકરણીઓ અને પોલીસદાદાઓ મેદાનમાં આવતા નામ કાઢી નાંખવામાં આવ્યુ હોવાની વિગતો બજારમાં ચર્ચાતી થઇ હતી.

  • ચિરાગ નામના કુખ્યાત વ્યાજખોરને બચાવવા મોટા માથાઓ વચ્ચે પડતા ફરિયાદમાંથી નામ કાઢી નંખાયુ
  • મધ્યરાત્રિએ અપહરણ કરીને 3 ઇસમોએ વેપારીને ઢોર માર માર્યો
  • પોલીસ કહે છે અમે કોઇનું નામ કાઢ્યુ નથી

પીઆઇ વી.એમ. જાદવે આ મામલે કોઇ ચિરાગ નામનો વ્યક્તિ ન હોવાની વાત કરી હતી. ગોડાદરા પોલીસ દ્વારા 3 ઇસમો સામે અપહરણ અને વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગ નામનો ઇસમ 30 ટકા વ્યાજ લેતો અને કુખ્યાત ઇસમ છે. હાલમાં જ તેની સામે ગુનો દાખલ થયો છે પરંતુ તેને પાસા નહી થાય તે માટે બચાવી લેવાયો છે. અજય તોમર આ કિસ્સામાં તપાસ કરે તો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે છે. ફરિયાદીને ધાક ધમકી આપવામાં આવી હોવાની ચર્ચા છે.

આ કિસ્સામાં ક્રિષ્ના હેરીટેજ, અંબિકા ટાઉનની સામે, ડિંડોલી ખાતે રહેતા અંકુશ ઉમેશ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે ગોડાદરાની માનસરોવર સોસાયટીમાં રહેતા ચંદન પાસેથી 1.20 લાખ અને 80000 રૂપિયા બે ટુકડામાં દસ ટકાએ નાંણા વ્યાજે લીધા હતા જે તેઓ ચૂકવી નહીં શકતા તેમણે તેમની બલેનો કાર વ્યાજખોરને આપી જો નાંણા આવશે તો હું કાર પરત લઇ જઇશ એમ જણાવ્યુ હતું. તેમ છતાં ચંદન નામના ઈસમ દ્વારા મહિનો પૂરો થતા તેઓ પાસે દસ ટકા વ્યાજથી નાણા માંગવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંદન નામનો ઇસમ તેના મિત્ર મહેન્દ્રને લઇને તેને બાકીના નાંણા માટે વાત કરવી છે તેમ જણાવીને બોલાવ્યો હતો. ગઈ રાત્રિના દોઢ વાગ્યે તેઓ સરદાર માર્કેટ ખાતે ચા પીધી હતી. ત્યારબાદ ગોડાદરા ખાતે આવેલા માધવ શોપિંગની દુકાન મધ્યરાત્રિએ ખોલી હતી. દુકાનમાં અંકુશને ખુરશી પર બેસાડીને મહેન્દ્ર અને અન્ય ઇસમે જકડી રાખ્યો હતો. લોખંડના સળિયા વડે તેને માર મારવામાં આવ્યો હતો. માર મારીને જો નાંણા નહી આપ્યા તો મારી નાંખવાની ધમકી આપી હતી.

મુખ્ય સુત્રધાર ચિરાગને કોના ઇશારે બચાવી લેવાયો
આ પ્રકરણમાં ચંદન ઉપરાંત ચિરાગ નામનો ઇસમ મુખ્ય સુત્રધાર છે. જેનુ કામ વ્યાજખોરીનું છે પરંતુ ચોક્કસ પોલીસદાદાઓ અને વચેટીયાઓ દ્વારા આ કિસ્સામાં આ નામ કાઢી નાંખવામાં આવ્યુ હોવાની વિગત જાણવા મળી છે. પીઆઇ જાદવે આ આક્ષેપોનો સાફ ઇનકાર કર્યો હતો. તેઓએ જણાવ્યું કે મારી પર સવારથી ફોન આવી રહ્યા છે. અલબત આ મામલે પોલીસ કમિશનર અજય તોમર સુધી પહોંચતા તેઓ દ્વારા તપાસ સોંપવામાં આવી છે.

Most Popular

To Top