SURAT

સુરતમાં 7 વર્ષથી અલગ રહેતી પત્ની પર વહેમીલા પતિએ ફાયરિંગ કર્યું, બાળકોની સામે જ ગોળી મારી દીધી

સુરત : 12 વર્ષિય પુત્રનો કબજો લેવા માટે બેંગ્લોરથી સુરત (Surat) આવીને શખ્સે પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ (firing) કર્યું હતું. ઇજાગ્રસ્ત મહિલાનું 21 દિવસની સારવાર બાદ ગુરૂવારે મોત (Death) નીપજ્યું હતું. જો કે, બેંગ્લો પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, હવે કતારગામ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ બેંગ્લોરના કર્ણાટકમાં રહેતો અખિલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સિંગના લગ્ન સુરતમાં જ રહેતી ટીનાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતાં ટીનાબેન તેના બંને સંતાનોને લઇને સુરતમાં કતારગામ કંતારેશ્વર સોસાયટીમાં રહેવા માટે આવી ગયા હતા. ગત તા. 26મી ફેબ્રુઆરીના રોજ અખિલેશ રાત્રીના સમયે સુરત આવ્યો હતો, અખિલેશની પુત્રીએ દરવાજો ખોલતા જ અખિલેશે સીધા જ ટીનાબેનની ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું, જેમાં ટીનાબેનને પેટ, છાતી અને કોણીના ભાગે ઇજા થઇ હતી. ટીનાબેનને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અંદાજીત 21 દિવસની સારવાર ગુરૂવારે ટીનાબેનનું મોત નીપજ્યું હતું.

16 વર્ષના પ્રેમ લગ્ન જીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે પતિના ત્રાસના કારણે અલગ રહેતી હતી. અને બાળકો સાથે પોતાનું ગુજરાન ચલાવતી હતી. શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બેવાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીએ જણાવ્યું હતું. માહિતી અનુસાર પતિ કર્ણાટકનો રહેવાસી હતો અને તે પત્ની પર ફાયરિંગ કરવા માટે જ સુરત આવ્યો હતો. કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અખિલેશની સ્થાનિક પોલીસે ધરપકડ કરીને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો છે. બીજી તરફ કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે હવે અખિલેશની ધરપકડ કરવા માટે એક ટીમ મેંગ્લોર મોકલી હોવાની વિગતો પણ મળી છે.

આને કહેવાય નસીબ: સુરતમાં પત્નીની હત્યા માટે પતિએ કોશિશ તો ખૂબ કરી છતાં મારી ન શક્યો
સુરત: (Surat) માનદરવાજાની મહિલા (Women) ઉપર ફાયરિંગ (Firing) કરાવનાર તેનો પતિ જ નીકળ્યો છે. તેના પતિએ (Husband) મહારાષ્ટ્ર પુણેમાં રહેતા મિત્રને ફાયરિંગ કરવા સોપારી આપી હતી. સુરતમાં ફાયરિંગ પહેલા પિસ્તલ અને બાઈકની વ્યવસ્થા પણ કરી આપી હતી. અગાઉ ચાર પાંચ વખત મિત્રની બાઈક લઈ જઈ રેકી કરી બાદમાં ઘટનાને અંજામ આપ્યો હતો.

ક્રાઈમ બ્રાંચની ટીમે સલાબતપુરામાં મહિલા પર ફાયરિંગ કરનાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પુણા કડોદરા રોડ સણીયા હેમાદ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપરથી આરોપી રવિન્દ્ર રધુનાથ યેશે (ઉ.વ.૩૭, રહે. આકુર્ડીગામ વિઠ્ઠલ કાલભોરની ચાલ રૂમ નં:-૯, પિંપરી ચિચવડ પુણે મહારાષ્ટ્ર તથા મુળ જી.જલગાંવ મહારાષ્ટ્ર) તથા રત્નકલાકાર નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ (ઉ.વ.૨૦, રહે. પ્લોટ નં:-૨૫૨, સંગમ બેન્ડ પાસે, સુભાષનગર, લિંબાયત તથા જલગાંવ મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી એક લોખંડના ધાતુની દેશી હાથ બનાવટની પિસ્ટલ, બે જીવતા કાર્ટીઝ, બે મોબાઈલ ફોન તથા બાઈક મળી કુલ 65 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

15 દિવસ સુધી મહિલાને ખબર જ નહીં પડી કે શરીરમાં ગોળી છે
આ મહિલાનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પહેલાથી જ તેના શરીરમાં ગોળી હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તેઓ બમરોલી રોડ ખાતે હતા ત્યારે તેમને કંઇક વાગ્યું હતું. ત્યારે તેમને લાગ્યું હતું કે કોઇ ટાયર ફાટ્યું હશે અને પથ્થર સાથળના ભાગમાં ઘૂસી ગયો હશે એટલે તેમણે સ્થાનિક ડોક્ટર પાસે ટાંકા લઇ લીધા હતાં. જો કે, ત્યારબાદ તેમને કોઇ દુ:ખાવો નહીં થતા બધુ સામાન્ય હોય તેમ લાગ્યું હતું પરંતુ જ્યારે તેનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે આ ખુલાસો થયો હતો.

Most Popular

To Top