સુરત : કાપોદ્રાની (Kapodra) બેંક (Bank) માં રામજીભાઈ કળથીયા નામના વ્યક્તિ એચડીએફસી HDFC() બેંકમાં નાણા જમા કરાવવા પહોંચ્યા હતા. રામજીભાઈના ભત્રીજા (Nephew) ને વિદેશ અભ્યાસ કરવા માટે રૂપિયાની જરૂર પડતા તેઓ બેંક ગયા હતા.જ્યાં જમા કરાવેલા રૂા.2.92 લાખ રૂપિયામાંથી 500ના દરની 15 નોટો કલર પ્રિન્ટીંગ કરેલી નોટ નકલી હોવાનું ખબર પડતા તેમના હોંશ ઉડી ગયા હતા.
કાપોદ્રામાં આવેલી એચડીએફસી બેંકમાં કાકાએ ભત્રીજાના વિદેશ અભ્યાસ માટે જમા કરાવેલા રૂા.2.92 લાખ રૂપિયામાંથી 500ના દરની 15 નોટો કલર પ્રિન્ટીંગ કરેલી ધ્યાન ઉપર આવતા પોલીસમાં અજાણ્યાની સામે ઠગાઇનોી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હિરાબાગ સારથી કોમ્પ્લેક્ષમાં આવેલી એચડીએફસી બેન્કમાં શુક્રવારે બપોરના ત્રણેક વાગ્યે હીરા દલાલ રામજી પ્રેમજીભાઇ કળથીયા તેમના કરંટ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન બેંકના કેશિયર અંકુરભાઇએ તપાસ કરતા તેમાંથી 500ના દરની 15 નોટો કલર પ્રિન્ટીંગ કરી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ માટે અંકુરભાઇએ બેંકના મેઇન મેનેજર દિલીપભાઇને ફરિયાદ કરી હતી. આ રૂપિયા જમા કરાવનાર
રામજીભાઇને બોલાવીને પુછપરછ કરવામાં આવતા તેઓએ તેમના ઓળખીતા મિત્ર પાસેથી 2 લાખ હાથ ઉછીના લીધા હતા, અને બાકીના 92 હજાર બચતના હતા. આ તમામ રૂપિયા તેમના મોટાભાઇના પુત્રના વિદેશ અભ્યાસ માટે તે આઇએલટીએસની તૈયારી કરતો હોય, તેને જરૂર પડ્યે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જમા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, આ રૂપિયા ક્યાંથી આવ્યા તેને લઇને પણ તપાસ કરવામાં આવી છે. બનાવ અંગે બેંકના મેનેજર દિલીપભાઇએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉધનાના મેડિકલ સ્ટોરમાંથી રોકડા રૂપિયા 85 હજાર ચોરાઈ ગયા
સુરત : ઉધના દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા મેડિકલ સ્ટોરમાંથી અજાણ્યો રૂા. 85 હજારની રોકડ ચોરીને ફરાર થઇ ગયો હતો. વરાછા લંબેહનુમાન રોડ શણગાર પેલેસમાં રહેતા સુભાષચંદ્ર કેશવલાલજી રાવલ ઉધનામાં દક્ષેશ્વર મંદિર પાસે મહાદેવ કોમ્પલેક્ષમાં આવેલી સેવા હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેડિકલ સ્ટોર ચલાવે છે. આ સ્ટોરના કેશ કાઉન્ટરમાંથી પાંચ દિવસ પહેલા રાત્રીના 9 વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યો આવ્યો હતો અને 85 હજારની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે મેડિકલ સ્ટોરના સંચાલકને ધ્યાન જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.