‘તું કપડાં નહીં કાઢે તો..’, દૂરના ભાઈએ બહેનને નગ્ન થવા મજબૂર કરી અને… – Gujaratmitra Daily Newspaper

SURAT

‘તું કપડાં નહીં કાઢે તો..’, દૂરના ભાઈએ બહેનને નગ્ન થવા મજબૂર કરી અને…

સુરત : કૌટુંબિક ભાઇ સાથે નિકટના સબંધો રાખવાનુ અઢાર વર્ષીય યુવતીને ભારે પડી ગયુ હતું. માતા-પિતા સાથેના સંબંધો હેઠળ યુવતીની નિકટ જઈને દૂરના ભાઈએ નીચ્છ હરકત કરી હતી. દૂરના ભાઈએ ધાકધમકી આપીને યુવતીને કપડાં ઉતારવા મજબૂર કરી હતી અને તેના ફોટા પાડી લઈ બ્લેકમેઈલ કરી હતી. સુરતમાં રહેતી આ યુવતીના કૌટુંબિક ભાઇએ (હાલ રહે બિહાર) દ્વારા યુવતીનો નગ્ન વિડીયો ઉતારીને આ વિડીયો તેના માતા પિતા તથા નિકટના સબંધીઓમાં વહેતો કરી દીધો હતો. લિંબાયત પોલીસ દ્વારા આરોપી કૌટુંબિક ભાઈ સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • બે ભાઇઓને મારી નાંખવાની ધમકી આપી યુવતીને નગ્ન કરવા માટે મજબૂર કરી દીધી હતી
  • યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તેને ધમકાવનાર બિહારના યુવાન સામે ગુનો નોંધાયો
  • લગ્નની ના પાડી તો યુવતીના બિભત્સ ફોટા સંબંધીને મોકલી આપ્યા

આ મામલે યુવતીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, હાલ બિહારમાં રહેતો કૌટુંબિક ભાઈ તેના માતા પિતા સાથે ફોન પર વાત કરતો હતો. તેની માતાને મને ફોન આપવાની વાત કરતો હતો. ત્યારબાદ સતત મારી સાથે મારી માતાના ફોન પર વાત કરતો હતો. ત્યારબાદ એક દિવસે છરો રાખેલા ઇસમને સાથે રાખીને તારો ભાઇ ગેરેજમાં છે અને બીજો ભાઇ ગાર્ડનમાં છે. જો તું કપડા નહીં કાઢે તો હું તેઓને મારી નાંખીશ તેમ જણાવીને યુવતીને કપડા ઉતારવા મજબૂર કરી દીધી હતી. આવુ 3 વખત તેની સાથે કરેલુ હતુ.

બાદમાં યુવતીએ ફોન પર વાત કરવાનુ બંધ કરતા યુવતીનો નગ્ન ફોટા તેના માતા પિતાને મોકલી આપ્યો હતો. માતા પિતાને લગ્ન ન કરાવ્યાતો સમાજમાં આ ફોટો વ્હેતો કરવાની ચિમકી આપી હતી. બાદમાં યુવતીના માતા પિતાએ લગ્ન કરવા ના પાડતા સમાજના અન્ય આગેવાનોને આ વિડીયો મોકલીને ગોપાલસિંગ દ્વારા બ્લેકમેઇલિંગ કરવામાં આવતા આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top