સુરત(Surat) : હીરા ઉદ્યોગની (Diamond Industry) મંદીમાં (Recession) બેરોજગાર (Jobless) થયેલા રત્નકલાકારો (Diamond Worker) માટે ગુજરાત સરકાર (Gujarat Government) તરફથી કોઈ આર્થિક રાહત પેકેજ (Economic relief package) જાહેર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની (Protest) ચીમકી કોંગ્રેસ (Congress) દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (GujaratCongress) પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા (GujaratAssembly) કોંગ્રેસ પક્ષના નેતા અમતિ ચાવડાએ (AmitChavda) આજે સુરતના શ્રમજીવી સેવાલય ખાતે રત્નકલાકારો સાથે તેમની સમસ્યા મુદ્દે ચર્ચા કરી હતી. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના (GujaratDiamondWorkerUnion) સભ્યોએ અમિત ચાવડાને આવદેન પત્ર આપી રજૂઆત કરી હતી.
યુનિયન સાથેની મુલાકાત બાદ ચાવડાએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે મંદીમાં બેરોજગાર બનેલા રત્નકલાકારો માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. પાછલા કેટલાંક સમયમાં બેરોજગારીના લીધે અનેક રત્નકલાકારોએ જીવન ટુંકાવી લીધા હોવાના બનાવ બન્યા છે, ત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવી રત્નકલાકારોની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ તેવી યુનિયનની માંગ છે. આ માંગણી અમે સરકાર સુધી પહોંચાડીશું.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આ માંગણી કરી
- રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થાય
- રત્નદીપ યોજના ફરી શરૂ કરવામાં આવે
- રત્નકલાકારો પરથી વ્યવસાયવેરો નાબૂદ કરાય
- સરકાર રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે
- મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ મળે
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારીઆપે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ કમાઈને આપે છે. આ હીરા ઉદ્યોગની કરોડરજ્જુ રત્નકલાકારો છે, પરંતુ જ્યારે મંદી આવે છે ત્યારે સૌથી વધુ રત્નકલાકારોને જ સહન કરવાનું આવે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના ઉદ્યોગના લીધે હીરા ઉદ્યોગને આર્થિક નુકસાન થયું છે, તેના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. કારખાનાઓમાં કલાકો પર કાપ મુકાતા રત્નકલાકારોની આવક ઘટી છે. 30 જેટલાં રત્નકલાકારોએ જીવન ટુંકાવી લીધું છે. કેટલાંય કારખાનામાં દિવાળીનું વેકેશન અત્યારથી જાહેર કરી દેવાયું છે. યુનિય ફરી ક્યારે શરુ થશે તે નક્કી નથી, ત્યારે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ અંગે વિચારવું જોઈએ.
કોંગ્રેસ વિધાનસભામાં 30 રત્નકલાકારોના અપમૃત્યુનો પ્રશ્ન ઉઠાવશે
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આર્થિક પેકેજ ઉપરાંત રત્નકલાકારો માટે રત્નદીપ યોજના શરૂ કરવાની માંગણી ચાવડા સમક્ષ કરી હતી. આ ઉપરાંત રત્નકલાકારો પાસેથી વ્યવસાયવેરો નાબૂદ કરવા માંગણી કરાઈ છે. ચાવડાએ કહ્યું કે રત્નકલાકારોના હિતમાં કોંગ્રેસ સરકાર સામે લડત ચલાવશે. કાયદા મુજબ રત્નકલાકારોને લાભો મળવા જોઈએ. કેટલીક કંપનીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ફેક્ટરી એક્ટના કાયદાનું પાલન થતું નથી. અમે રત્નકલાકારોની માંગણી સરકાર સુધી પહોંચાડીશું. 30 રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યા તે પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવીશું અને જરૂર પડ્યે રત્નકલાકારો માટે રસ્તા પર ઉતરી જન આંદોલન કરવામાં આવશે.