સુરત: (Surat) સુરતની અડાજણ (Adajan) પોલીસે (Police) અહીંની એક સોસાયટીમાં ઘરના (Home) પાર્કિંગમાં (Parking) કાર (Car) પાર્ક કરી દારૂ (liquor) વેચતી મહિલાને (Women) દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી (Arrest) પાડી છે. મહિલાના ઘરમાં પણ દારૂ છૂપાવાયો હતો. પોલીસે 4.85 લાખના દારૂ અને કાર મળી કુલ 14.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઘરના પાર્કિંગમાં કારમાં બિન્ધાસ્ત દારૂ વેચતી મહિલાની હિંમત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે મહિલા સહિત અન્ય બે જણાની ધરપકડ કરી છે, જેમાં એક વાપીથી દારૂની ડિલીવરી લઈ આવનાર પણ સામેલ છે.
- પોલીસે કારમાંથી દારૂ કબ્જે કર્યો અને સાથે સાથે ઘરમાં પણ તલાશી લઈ 14.94 લાખનો દારૂ કબ્જે કર્યો
- પોલીસે દારૂનો જથ્થો લેવા આવેલા વલસાડના અશોક પટેલને પણ પકડી પાડ્યો તેમજ ફાલ્ગુની રેતીવાલાની ધરપકડ કરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પોલીસને વાપીથી (જીજે-05-આરએચ-5098) નંબરની કારમાં દારૂનો જથ્થો અડાજણ ગંગેશ્વર મંદિરની પાસે આવેલી ગોવર્ઘન પાર્ક સોસાયટીમાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસ સ્ટેશનની નજીક આવેલી સોસાયટીમાં દારૂનો મોટો જથ્થો આવવાની બાતમીના આધારે પોલીસે સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કારનો પીછો કર્યો હતો. કાર ગોવર્ધન પાર્ક સોસયટી ઘર નં. એ/10 ના પાર્કીંગ ઉભી રહી અને દારૂનો જથ્થો ખાલી કરવાની શરૂઆત કરી ત્યારે જ પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ડિલિવરી કરવા આવેલા અશોકભાઇ નમુભાઇ પટેલ (રહે. કોળી વાડ બલીઠ ગામ, વાપી, વલસાડ) ને ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂ મંગાવનાર ફાલ્ગુનીબેન જયેશભાઇ ઠકોરદાસ રેતીવાલા (રહે. એ/10, ગોવર્ધન પાર્ક સોસાયટી સેન્ટમાર્ક સ્કુલની ગલીમાં ગંગેશ્વર મંદીરની પાછળ અડાજણ અને પ્લોટ નં.6/3 મોડલ ટાઉન સોસાયટી કબુતર ચબુતરા પાસે ડુંભાલ રોડ પર્વત પાટીયા) ના ઘરની તલાશી લેતા દારૂનો જથ્થો મળતા તેની પણ ધરપકડ કરી હતી. અડાજણ પોલીસે 4.85 લાખના દારૂના જથ્થા સાથે કાર મળી કુલ 14.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.