સુરતઃ કવાસમાં રહેતા યુવકનો ફોટો તેના મિત્રની પત્ની સાથે ફેક ફેસબુક આઈડી ઉપર મુકાયા હતા. અને મિત્રની પત્નીના ફોટો નીચે સેક્સી ગર્લ ચાહિયે… જેવા મેસેજ લખ્યા હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- ફેક આઈડીથી મિત્રની પત્નીના ફોટો નીચે સેક્સી ગર્લ ચાહિયો લખાણ લખી ફોટો વાયરલ કરાયો : ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી
કવાસ ગામમાં રહેતા 28 વર્ષીય દિનેશ (નામ બદલ્યું છે) હજીરા ખાતે આવેલી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. તેને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત 4 જાન્યુઆરીએ સાંજે દિનેશના મોબાઇલ ઉપર મિત્ર નિખિલનો ફોન આવ્યો હતો. ફોન પર નિખિલે ફેસબુક પર અનિલ સિંઘ નામનું એકાઉન્ટમાં તેનો પ્રોફાઇલ ફોટો મુક્યો છે અને નિખિલની પત્નીનો ફોટો શેર કર્યો છે તેવું કહ્યું હતું અને આ એકાઉન્ટ બંધ કરાવવા કહ્યું હતું. દિનેશે તુરંત જ ફેસબુક એપ્લિકેશન ઓપન કરી સર્ચ કર્યું હતું. જેમાં તેમનો પત્ની સાથેનો ફોટો હતો.
ઉપરાંત દિનેશના ફોટો સાથે એક લાખ સે પાંચ લાખ તક લોન પ્રાપ્ત કરે તેવું પણ લખ્યું હતું. આ એકાઉન્ટમાંથી દિનેશભાઈ અને તેમના મિત્રની પત્નીનો ફોટો મુકી વાયરલ કર્યો હતો. મિત્રની પત્નીના ફોટો ઉપર સેક્સી ગર્લ ચાહિયે કટ ગાને જેવા બિભત્સ લખાણ લખી વાયરલ કર્યા હતા. બાદમાં અભદ્ર લખાણ અને મેસેજ કરીને દિનેશભાઈને હેરાન કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
પેટમાં દુખાવો થતાં સારવાર લેવા ગયેલી મહિલાની તબીબે છેડતી કરી
સુરત: તબીબને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે પરંતુ ક્યારેક કેટલાક તબીબ સમગ્ર વ્યવસાયને બદનામ કરી નાંખતા હોય છે. સુરતના છેવાડાના વિસ્તારમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઉન ખાતે આવેલી એક ક્લિનિકમાં મહિલા દર્દી સાથે ડોક્ટરે તપાસ કરતી વખતે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. તેણે કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઉન ખાતે રહે અને તેને પેટમાં દુખાવો થઇ રહ્યો હતો. જેથી 1 ફેબ્રુઆરીના રોજ તે ગભેણીરોડ ખાતે હાલિમા રેસિડેન્સી નજીક સાનિયા બિલ્ડિંગામાં આવેલી સમ્સ ક્લિનિકમાં ગઇ હતી. ત્યાં મકસુદ નામનો તબીબ હાજર હતો. તે તેને ચેકઅપ કરવાના બહાને ક્લિનિકની પાછળ આવેલા એક રૂમમાં લઇ ગયો હતો. ત્યાં તેણે તેને એક્ઝામિનેશન ટેબલ ઉપર સુવડાવી હતી. ચેકઅપના બહાને તે પરિણીતાને સ્પર્શ કરી તેની સાથે અડપલાં કરવા લાગ્યો હતો. જો કે, તેના સ્પર્શથી પરિણીતા તેનો બદઇરાદો સમજી ગઇ હતી અને તરત જ ક્લિનિકમાંથી બહાર નીકળી ગઇ હતી અને ત્યાં જ હોબાળો શરૂ કરી દેતા લોકો એકત્ર થઇ ગયા હતાં. આ ઘટના અંગે તેણે તેના પરિવારજનોને વાત કરતાં તેમણે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. આ બનાવની ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી તબીબની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.