2 જૂને સવારે ઉઠીને પેહલા સ્પોર્ટ્સ પેજ ખોલ્યું કારણ કે પાછલી રાત્રે તા.1-6-25 ની એલિમીનેટર મેચ જોય નહીં શક્યો હતો કે જે મુંબઈ vs દિલ્હી મેચ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ (કર્ણાવતી) માં રમાઈ. વરસાદને લીધે રાત્રે 8 વાગ્યા ના બદલે 10.40 શરૂ થઈ. બે પેપરમાં જોયું તો ફક્ત મુંબઈનો સ્કોર જ હતો કે જેણે પ્રથમ બેટિંગ કરી હતી અને પરિણામ પણ ન હતું. પછી ગુજરાતમિત્રમાં જોયું તો ખૂબ સરસ માહિતી હતી. આખી મેચનું સરસ વર્ણન હતું. તરત જ ધ્યાનમાં આવ્યું કે બીજા બધા કરતા ગુજરાતમિત્રમાં દર વખતે જે ન્યૂઝ આવે તે બીજા ત્રીજા દિવસે અન્ય ન્યૂઝમાં આવતા હોય છે. ઘણી વાર આવું થતું હોવાથી આ વખતે ધ્યાનમાં આવી ગયું. એ બદલ ગુજરાતમિત્રનો આભાર
સુરત – તેજસ જરીવાળા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.