Charchapatra

દક્ષિણ ગુજરાતમાં બહારની વસતિ ઉમેરાયા જ કરે છે

અત્યારે સરકારની નજરે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જ મંડાયેલી છે. દક્ષિણ ગુજરાત તરફ ખાસ ધ્યાન અપાતું નથી. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી જેવા રાજ્યો તરફથી તીડના ધાળાની જેમ દરરોજ લોકો આવે છે રોજી રોટી મેળવવા. બધાને એ ન મળે એટલે ચોરી થાય છે. તેઓને પાણી, અનાજ, દવા જેવી જરૂરિયાતોની જરૂર પડે છે. વસ્તી વધતા ટ્રાફિકનો પ્રશ્ન પણ વધે છે. આથી દક્ષિણ ગુજરાતપર ધ્યાન આપવાની જરૂર છે એ આંધળાને પણ સમજાય તેવું છે. ધ્યાન અપાશે ખરું?
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રૂા. 10ના નોટની તંગી
આજકાલ બજારમાં રૂા. 10ની ચલણી નોટની તંગી છે જ એમાં કોઈ શંકા નથી. છતાં કોઈપણ સરકારી કે ખાનગી બેંકોમાં રૂા. 10ના ચલણી નોટનું બંડલ મળતું જ નથી. રૂા. 10ની ચલણી નોટની જગ્યાએ રૂા. 10ના સિક્કાથી કામ ચાલતુ જોવા મળે છે. રિઝર્વ બેંકે રૂા. 10, રૂા. 20 ની ચલણી નોટ છાપવાનું બંધ કરી દીધું છે કે શું? એ જ સમજાતું નથી. સરકારે તેમજ રીઝર્વબેંકનાં ચેરમેન શ્રી શક્તિકાન્ત દાસે આ દિશામાં સત્વરે વિચારવું જોઈએ. અને રૂા. 10/-, રૂા. 20/- ની ચલણી નોટનો જથ્થો બજારમાં પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
નવસારી – હિતેશ એસ. દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top