વિશ્વ આજે માનવસર્જીત યુદ્ધોથી અને કુદરત સર્જીત યુદ્ધે કલાઇમેટ ચેન્જની બેવડી પરિસ્થિતિ સામે ઝઝુમી રહેલ છે. ત્રાહિમામ ત્રાહિમામ પોકારેલ છે. અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાન પરના માત્ર 12 દિવસના યુદ્ધથી વિશ્વ આજે ઉર્જા કટોકટીથી ભયભીત બનેલ છે. રશિયા-યુક્રેનના પાંચમાં વર્ષમાં પ્રવેશેલા યુદ્ધથી જેટલુ વિશ્વ ભયભીત નહોતુ થયું તેટલુ વિશ્વ આજે અમેરિકા-ઇઝરાયેલ ઇરાનના યુદ્ધથી ભયભીત થયેલ છે જેનું મૂળ કારણ ભંયકર ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના ગણી શકાય. આ વખતે દેશમાં નવેમ્બર-25થી વાતાવરણમાં કોઇ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ એકટીવ થયુ નથી તેના કારણે ઠંડક લાંબા સમય ટકી નહી અને ગરમી શરૂ થતા જ માર્ચ મહિનાથી 40-42 ડીગ્રીનો પારો પહોંચી ગયો. હીટવેવની ચેતવણી અત્યારથી ચાલુ થયેલ છે દેશના હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ ઉનાળો આકરો રહેવાનો છે.
આકરી ગરમીને કારણે લૂ લાગવાની ઘટનાઓ પણ વધવાની છે. આ વખતે જૂન મહિનો પણ ગરમ રહેવાની શકયતા છે. જૂન મહિનામાં અલનીનોની સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે જેના કારણે ચોમાસામાં વરસાદ પણ ઓછો થવાની શકયતા છે. આમ ગરમી વધારે અને વરસાદ ઓછાની સ્થિતિ અને ઉપરથી યુદ્ધો જીવન હરામ કરનારી બની રહેવાની છે. એમાય જો જળસંકટ ઉભુ થાય તો પરિસ્થિતિ નાગરિકોને વધુ ગંભીર બનાવશે. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુદ્ધમાં આજે વિશ્વ જમાદાર અમેરિકા ફસાઇ ગયું હોય એમ ઘટના ક્રમો જોતા લાગે છે.
યુદ્ધમાં સંડોવાયેલ દેશોના નેતાઓની વ્યકિતગત મહત્વકાંક્ષાઓ અને અથડામણોને કારણે માત્ર યુદ્ધ અસરકર્તા દેશોને જ નહીં પણ વિશ્વના અનેક દેશોને પણ અસર થયેલ છે, અસર થનાર છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યુદ્ધ સંદર્ભે તાજેતરમાં યોગ્ય જ જણાવેલ છે કે દરેક સમસ્યાનો ઉકેલ લશ્કરી કાર્યવાહી નથી. નિયમ, કાયદો વાટાઘાટો અને કૂટનીતિથી વિશ્વના દરેક પ્રકારના સંઘર્ષનો ઉકેલ લાવી શકાય એમ છે. આ યુદ્ધ રોકવા માટે યુનોએ, વિશ્વ જમાદાર અને વિશ્વની જુની લોકસાઇ અમેરિકાએ, અને વિશ્વનું શાંતિ ચારક અને વિશ્વની મોટી લોકસાઇ ભારતે એમ ત્રણેય સાથે મળીને વિના વિલંબે વિશ્વ નષ્ટ ન થાય (ત્રીજા વિશ્વયુદ્ધ)તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.