Business

અમુક બાબતોમાં સ્ત્રીને થતા અન્યાય

પ્રાચીન સમયથી પુરુષપ્રધાન સમાજમાં નારીને પુરુષથી જગતનો નિયમ છે. હવે નારીને પુરુષની સમકક્ષ જ ગણવામાં આવે છે. પ્રત્યેક ક્ષેત્રે હવે વિકાસ સાધતી થઇ જ ગઇ છે. પરંતુ અમુક બાબતોમાં હજુ પણ નારીને અન્યાય થતો અનુભવાય છે. કોઇ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો ચરમસીમાએ પહોંચે અને અપશબ્દો બોલાય ત્યારે આ માતૃલક્ષી અને ભગિનીલક્ષી હોય છે! જે વ્યક્તિને ઉદ્દેશીને અપશબ્દો બોલાય છે ને પણ માતા-અને બહેન હોય જ છે જેમ બોલનાર ને માતા-બહેન હોય! શું ગાલિપ્રદાન અયોગ્ય નથી? જેમાં માતા કે બહેનનો તો વાંક જ નથી હોતો! આપણા અસ્તિત્વ માટે જે માતાનું ઋણ સદાય મસ્તક પર રહેતું હોય એના વિશે કોણ અપશબ્દ સાંભળી શકે? અને વાતેવાતે અપશબ્દ બોલનારાની પણ ખોટ નથી!

આ માનસિકતા તો સુધરવી જ જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં સંતાન ન હોય, વિધવા હો એવી સ્ત્રીને ડાકણ સમજીને કયારેક મોતને શરણ કરી દેવાય છે! કયારેય કોઇ નિ:સંતાન પુરુષ કે વિધુર પુરુષને ભૂત સાબિત નથી કરાતો કે નથી સળગાવી દઇ મોતને શરણ કરાતો! કોઇ યુવતી પ્રેમમાં નિષ્ફળ જાય તો કદી કોઇ યુવક પર એસિડ નથી છાંટતી! ભલે એ યુવકે દગો કર્યો હોય. વિ. અનેક બાબતોમાં સ્ત્રી પ્રત્યેની માનસિકતામાં બદલાવ લાવવો જરૂરી. અપવાદ સર્વત્ર છે જ.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શાળામાં ‘ચાજિઁગ પોઈન્ટ’ કોલમ વિદ્યાર્થીઓને વાંચી સંભાળવો
ગુજરાતમિત્રમાં આવતી ચાજિઁગ પોઈન્ટ કોલમ દરેક શાળામાં એસેમ્બલીના સમયે પ્રાર્થના સાથે આ કોલમમાં આવતી ટચૂકડી વાતાઁ શિક્ષકો દ્વારા બાળકોને સંભળાવવામાં આવે તો સંસ્કાર સિંચન કરી બાળકોને જીવન જીવવાની તાલીમ આપવામાં   શાળા સહાયરૂપ બની શકે. ગુજરાતમિત્રને અભિનંદન!
અઠવાલાઇન્સ, સુરત – લીના ખાનસાહેબ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top