Gujarat

સંતરામપુરમાં 300 મતદારોએ 4 કિ.મી લાંબી નદી પાર કરી કર્યું મતદાન

મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે બીજા તબકકાનું મતદાન ચાલી રહ્યું છે. પી.એમ મોદી, અમિત શાહ, સી.એમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું. તેમજ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. હાલમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે મધ્ય ગુજરાતમાં મતદારો પોતાના જીવના જોખમે પણ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ નિભાવવા માટે તત્પર છે. ચુંટણીમાં યુવાનોથી લઈને વૃદ્ધોમાં મતદાન માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે મધ્ય ગુજરાતમાં મતદારોએ બોટમાં બેસી અને લાંબી નદી પાર કરીને મતદાન કર્યું હતું.

જીવના જોખમે મતદારોએ નિભાવી ફરજ
મધ્ય ગુજરાતનાં મહીસાગર જીલ્લાનાં સંતરામપુર તાલુકામાં એક ગામ એવું છે કે જ્યાંનાં મતદારોએ મતદાન કરવા માટે એક લાંબી નદી પાર કરવી પડે છે. એ ગામ છે કણજરા ગામ. મતદારોને કણજરા ગામથી ટીમલા ગામના બુથ પર જવા માટે નદી પાર કરે છે. 4 કિ.મી. પાણીમાં નદીમાં અંતર કાપીને બોટમાં જઈને મતદારોએ મત આપીને પોતાની ફરજ નિભાવી હતી. કણજરાથી ટીમલા જવા માટે હોડીમાં બેસી તો જાય છે, પરંતુ, જીવનું જોખમ રહેતુ હોય છે. તેમ છતાં રાષ્ટ્ર અને દેશ પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી નિભાવવા માટે મતદારો તત્પર હતા. જેથી તેઓએ જીવના જોખમે પણ પોતાની ફરજ નિભાવી મત આપ્યો હતો.

વર્ષોથી કરી છે બુથની માંગ
ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર તેઓએ વર્ષોથી બુથ માટે માંગણી કરી હતી, પરંતુ, આજ દિવસ સુધી ફાળવવામાં આવ્યું નથી, પરંતુ, પોતાનો મત અધિકારનો મત આપવા માટે કણજરા ગામના પોતાની નૈતિકતા સમજીને મત આપીને ફરજ નિભાવી એક હોળીમાં 20 વ્યક્તિ બેસીને ત્રણથી ચાર કિ.મી. અંતર કાપીને ટીમલા ગામના બુથ પર જઈ મત આપે છે. આખા દિવસમાં 300 મતદારો મતદાન કરી રહ્યા છે.

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન
ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન શરૂ થયું છે. તેમજ અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો લાગી છે. એક કલાકમાં 5 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 7 ટકા અને સૌથી ઓછું દાહોદ જિલ્લામાં 3.37 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીનગર ઉત્તર સીટ પર સૌથી વધુ 13 ટકા વોટિંગ થયું છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.

Most Popular

To Top