Madhya Gujarat

સંજેલીના ચાકીસણા ગામે પેસેન્જર કારે અકસ્માત થતા પલ્ટી ખાદ્યી

દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે એક પેસેન્જર ભરેલ ફોર વ્હીલર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર કેટલાંક વ્યક્તિઓને ઈજાઓ થયાંનું જાણવા મળે છે. જાણવા મળ્યાં અનુસાર, ચાકીસણા મુકુલ ઘાટી વિસ્તારમાં હાલ ગ્રેવલની કામગીરી ચાલી રહી છે ત્યારે રસ્તાઓ ઉપર ખોદકામને પગલે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. સંજેલી થી ઝાલોદ જવાના મુખ્ય માર્ગ પર હીરોલા – સંજેલી તરફના મુખ્ય માર્ગ ઉપર ચાકીસણા મુકુલ ઘાટી તરફ હાલ સમારકામ ચાલુ છે ત્યારે  કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પરજ ગ્રેવલના ઢગલા કરી દેવામાં આવ્યા છે. માર્ગનું મંથરગતિએ કામગીરી શરૂં છે.

ત્યારે રોડ ની કામગીરીનાં ડાયવર્ઝનના બોર્ડ ન મુકાતા  ગત તારીખ ૧૨મીને રવિવારના રોજ રાત્રીના દસ વાગ્યાના અરસામાં એક પેસેન્જર ભરેલ કાર ચાલક પોતાના કબજાની કાર લઈ અને પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન સંજેલી તાલુકાના ચાકીસણા ખાતે મુકુલ ઘાટીમાં અચાનક રોડ પરજ પથ્થરો કપચીના ઢગલા આવી જતાં કાર  ચાલકે કાબુ ગુમાવતાં કાર ઢગલા પર ચડી ગઈ હતી અને પલ્ટી મારી હતી. આ અકસ્માતમાં કેટલાંક વ્યક્તિઓ સવાર હતાં.

Most Popular

To Top