Gujarat

રાજકોટમાં દિવ્ચાંગ વિદ્યાર્થીએ ધો.12માં 99.97 PR મેળવ્યા, કહ્યું IAS ઓફિસર બની દિવ્યાંગોની સેવા કરવી છે

ગાંધીનગર: ગુજરાત બાર્ડ (Gujarat Board) દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓના સારા પરિણામની ચર્ચાઓ થઈ રહી છે આ સાથે જ વિદ્યાર્થીઓની મહેનત અને તેમના પરિવારના પ્રોત્સાહનની પણ વાત થઈ રહી છે. ત્યાકે રાજકોટ (Rajkot) શહેરના દિવ્યાંગ વિદ્યાર્થીએ (Divyang Student) ધોરણ 12 કોમર્સમાં 95 ટકા લાવી પરિવારનું નામ રોશન કર્યું છે. રાજકોટ શહેરની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સ્મિત ચાંગેલા (Smit Changela) બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં પણ તેના પરિણામથી તેણે સામાન્ય વિદ્યાર્થીઓને પણ માત આપી દીધી છે. સ્મિત ચાંગેલાનું સપનું છે કે તેણે એક IAS ઓફિસર બનવું છે અને તેના જ જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે.

હવે આગળ UPSC-GPSC પરીક્ષા આપી IAS બનવું છે- સ્મિત
રાજકોટના સ્મિતે જણાવ્યું હતું કે આ પરિણામથી હું ખૂબ જ ખુશ છું. આ ખુશી મારા માતા-પિતાને લીધે મળી છે. મારા 700માંથી 662 માર્ક આવ્યા છે એટલે કે 95 ટકા અને 99.97 PR આવ્યા છે. હું મારા પરિવાર અને મિત્રોના સ્પોર્ટથી જ આગળ વધ્યો છું. મેં ધો.12 કોમર્સનો અભ્યાસ ધોળકિયા સ્કૂલમાં કર્યો છે અને અહીં મારૂ ડેવલોપ થતા આ પરિણામ આવ્યું છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે આગળ મારે GPSC અને UPSC પરીક્ષા આપી IAS ઓફિસર બનવું છે અને મારા જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે. ઉલ્લેખનીય છે કે સ્મિતને ન્યૂરોપેથી નામની બિમારી છે, આ પરિસ્થિતિમાં તે ચાલી કે લખી શકતો નથી. પરીક્ષામાં તેણે રાઇટર રાખ્યો હતો. અને રાઇટરે પણ તેને ખૂબ મદદ કરી હતી. વધુમાં તેણે કહ્યું કે કોરોનામાં મેં ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો હતો જેમાં પણ હું સફળ રહ્યો છું.

સ્મિત સવારે 7થી સાંજે 8 સુધી બીજા બાળકોની જેમ સ્કૂલે જતો
સ્મિતની માતા હિનાબેન ચાંગેલાએ જણાવ્યું હતું કે, મારો દીકરો સ્મિત દિવ્યાંગ છે. પણ મેં સ્મિત દિવ્યાંગ છે એવું મારા મનમાં મેં રાખ્યું નથી. તે બીજા સામાન્ય બાળકની જેમ જ સવારે 7થી સાંજે શાળાએ જતો. શિક્ષકો પણ ઘરે આવીને સ્મિતને તેડી જતા હતા. તેથી સ્મિતને કોઈપણ દિવસ કોઈ પ્રકારની તકલીફ પડી નથી. સ્મિતની માતાએ જણાવ્યું કે હું અન્ય લોકોને પણ કહેવા માગીશ કે દિવ્યાંગ દીકરો-દકીરી હોય તો માતા-પિતાએ પાછું પડવું નહીં હિંમતભેર તેમની સાથે ઉભું રહેવું તેમને હિંમત આપવી તો તેઓ સરસ પરિણામ લાવી શકે છે. મેં સ્મિતને કયારેય હાર માનવા દીધી નથી. સ્મિત આગળ UPSC -GPSC પરીક્ષા આપી IAS ઓફિસર બની અન્ય દિવ્યાંગ લોકોની મદદ કરવા માંગે છે. કોરોના કાળ દરમિયાન તેણે ઓનલાઈન બિઝનેસ પણ શરૂ કર્યો હતો જેમાં તેેને 5 મહિનામાં 30 હજારની કમાણી કરી હતી. આ અગાઉ પણ સ્મિતના ધો.10માં પણ 98.5 PR આવ્યા હતા. વિકલાંગોની કેટેગરીમાં તે ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો. અને હવે તેણે ધોરણ 12 કોમર્સમાં 95 ટકાનું હાસિંલ કર્યા છે.

Most Popular

To Top