ચૈત્રી નવા વર્ષની શુભેચ્છાઓ.નવા વર્ષમાં લોકો ઘણા સંકલ્પ લે છે અને ઘણા સંકલ્પો તોડે છે.જીવનમાં નવો નિયમ લેવા માટે સંકલ્પ કરવાનો હોય છે પણ નિયમ તોડવા માટે કોઈ સંકલ્પની જરૂર નથી. ભારતના જાહેર જીવનમાં જબરો વિરોધાભાસ જોવા મળે છે. એક બાજુ લોકો ધર્મ,સંપ્રદાયના રુઢિના, પરંપરાના, સમાજના નિયમો જડની જેમ પાળે છે તો રોજિંદા જીવનના સરકારના કાયદાઓ આપણે ધરાર પાળવા નથી. કાયદાઓને અનુસરવામાં આપણે નોન કો-ઓપરેટીવ છીએ.
જરા વિચારો, આપણે અજાણપણે જ કેટલા કાયદા તોડીએ છીએ, વળી કેટલા બધા કાયદા અને નિયમો આપણે જાણીએ છીએ તો પણ તે મુજબ વર્તતા નથી. ફોનથી જ શરૂઆત કરો. વાહન ચલાવતી વખતે ફોન પર વાત ના કરાય.મોટા ભાગનાં કરે જ છે.પડીકામાં નાસ્તો ખાધા પછી પ્લાસ્ટિક પાઉચ રસ્તામાં ના ફેંકાય.મોટા ભાગનાં ફેંકે જ છે.વાહનો પાર્કિંગ કરવાથી મળીને ઘરમાં રીપેરીંગ કરવા સુધીના કેટલા નિયમો આપણે પાળીએ છીએ? આ લેખ ઉપદેશ આપવા નથી લખવામાં આવ્યો. આ લેખ ધ્યાન દોરવામાં તે લખાયો છે કે આપણને જ કાયદા પાળવા ગમતા નથી અને આપણા નેતાઓ આ જ આપણી નબળાઈને પોષે છે.
રસ્તા પર દબાણ કરીને ધંધો કરવો, દુકાન હોય એના કરતાં વધારે તો દબાણ કરવાનું.આપણાં દવાખાનાં, દુકાનો, શિક્ષણ સંસ્થાઓમાં આપણે કર્મચારીઓને પૂરો પગાર નથી આપતા.શાળા કોલેજોમાં પૂરતી સુવિધાઓ નથી આપતા.બિલ્ડર હોઈએ તો મકાન બાંધવાથી મળીને વેચવા સુધી, મ્યુનિસિપાલીટીથી માંડીને કરવેરા સુધી બધે જ આપણે નિયમ તોડીએ છીએ.કરચોરી કરીએ છીએ. એવું નથી કે માત્ર ભૂલમાં જ નિયમો તૂટે છે. રોજિંદા જીવનના મોટા ભાગના નિયમો આપણને ગમતા નથી. ડુપ્લીકેટ સીડીનું બજાર,ગેરકાયદે દારૂનું બજાર,ગેરકાયદે કતલખાનાં, નિયમ વિરુદ્ધની શિક્ષણ સંસ્થાઓ, આ બધું જ આપણે ચલાવીએ છીએ અને અધિકારીઓને હપ્તા પણ આપણે જ આપીએ છીએ.
ભારતનું રાજકારણ આંખ આડા કાન કરવાનું રહ્યું છે. ખાસ તો સામાજિક બાબત હોય, ધાર્મિક બાબત હોય તો સત્તાવાળા ફરિયાદ ના થાય ત્યાં સુધી કોઈ પગલાં લેતાં નથી. તમે રસ્તા પર દારૂખાનું ફોડો.કોઈની ઉપર ફટાકડા ફેંકો. કોઈના ઘરમાં જાય એમ ફોડો.નવરાત્રીમાં બેસૂરું અને ખૂબ મોટેથી માઈક વગાડો. મોડી રાત સુધી લાઉડસ્પીકર વગાડો. કોઈ બોલશે નહિ. આપણને સરકાર કંઈ કરતી નથી એમ ફરિયાદ કરીને બેસી રહેવા સિવાય કંઈ સૂઝતું નથી પણ એક વાત એ પણ છે ને કે બધાં લોકો કાયદા પાળે અને થોડાક તોડે તો સરકાર પગલાં ભરે.બધાને જ કાયદો પાળવો ગમતો ના હોય તો સરકાર શું કરે?
નિયમ મુજબ ગુટખા પર પ્રતિબંધ છે. લોકો મસાલો અને તમાકુ જુદી જુદી ખરીદે છે અને ગુટખા બનાવી ખાય છે. પ્લાસ્ટિકના વપરાશમાં કાયદા કરતાં સમજણની વધારે જરૂર હોય એમ અમને લાગે છે. માત્ર રોજિંદા અને ટ્રાફિકના કે ફોનના નિયમો તૂટે તો સમજ્યા પણ આપણે દીકરીને વારસામાં મિલકત નથી આપતા. જાતિ પરીક્ષણ આજે પણ મોટા પાયે થાય છે. છોકરીઓની છેડતી,સ્ત્રીઓ તરફનો આપણો વ્યવહાર,દલિતો તરફની માનસિકતા ક્યાંય કાયદાને માન આપવાની વૃત્તિ દેખાતી નથી. જો જરીક શાંતિથી બેસીને આપણા જીવન વિષે વિચારીએ તો આપણને જ થશે કે બધું હોતી હૈ ચાલતીની જેમ ચાલે છે.ચેનલો હોય કે છાપાં, કોઈ પોતાને પાળવાના નિયમો પાળતું નથી.
ભ્રષ્ટાચાર,શોષણ અને લાગવગશાહી બધે જ ચાલે છે. જ્યાં ફરજ પડે છે એટલા જ કાયદા આપણે પાળીએ છીએ.લાગે છે કે અંગ્રેજો સામે લડત ચલાવતી વખતે આપણા નેતાઓએ આપણને વિદેશી અને અન્યાયી કાયદાઓ તોડવા હાકલ કરી હતી. એ વાત ટેવ બનીને આપણા વર્તનમાં આવી ગઈ છે, જે આપણું શાસન અને આપણે ઘડેલા કાયદા બાદ પણ ચાલુ જ છે. કાયદા મુજબ વર્તવું જાણે હીણપતભર્યું અને કાયદા તોડવાનું હિંમતભર્યું લાગે છે માટે જ શાસકો બદલાયા છતાં વ્યવસ્થાઓ બદલાતી નથી. જીવનમાં ફેર દેખાતો નથી અને આપણા શાસકો પણ આપણી આ નબળાઈને પંપાળે છે, પોષે છે અને આપણને નબળા પાડે છે.વિક્રમના આ નવા વર્ષમાં માટે જ થાય છે કે ચાલો કાયદાનું શાસન વધે એવા પ્રયત્નો કરીએ. આપણે ઘડેલા કાયદા આપણે પાળીએ.હા, લોકશાહીમાં કાયદા ખોટા ઘડાય તો એ બદલવા જોઈએ. એનો વિરોધ થવો જોઈએ પણ કાયદો રાખો પણ ખરા અને પાળો પણ નહિ એ તો ના ચાલે.સ્વનું તંત્ર એટલે સ્વતંત્ર.તંત્ર જ ના હોય એવું તો ના હોય ને?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.