પાવીજેતપુર : પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ, ઉંચાપાન, બાર, પાની, કદવાલ, ભીખાપુરા જેવા ગામોમાં ડિગ્રી વગરના બંગાળી ડોક્ટર કેટલાય સમયથી સરકારી બાબુઓની મહેરબાનીથી આદિવાસી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે છતાં પણ સરકારી તંત્ર મૌન રહેતા એક જાગૃત નાગરિક તમામ પુરાવાના વીડિયો સાથે આરોગ્ય વિભાગને રજૂઆત કરવાના હોવાથી બોગસ ડોકટરોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે બોગસ ડોકટરો પાસેથી દર મહિને તાલુકાના આરોગ્ય વિભાગમાંથી મસમોટા હપ્તા લઈ જતા હોવાથી આ બોગસ ડોકટરોનો વાળ વાંકો થતો નથી. પરંતુ હવે ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ સુધી આ વાત પહોંચી જતા પાવીજેતપુરના આરોગ્ય વિભાગ ઉપર બાજ નજર રાખીને બોગસ ડોકટરો પાસેથી હપ્તો લેનાર આરોગ્ય વિભાગના સરકારી બાબુઓ અને બોગસ ડોક્ટરો ઝડપી લેવાનો તખતો ગોઠવાઈ રહ્યો છે તેમજ જાણવા મળેલી વિગતો મુજબ પાવીજતપુરના સુસ્કાલ, મોટી આમરોલ, ચુડેલ, પાટિયા ગામોમાં નકલી ડોકટરો પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળેલ છે.
ખાનગી દવાખાનાના ડોક્ટરો મારા અંડરમાં આવતા નથી
પાવીજેતપુર તાલુકાના હેલ્થ ઓફિસર વિકાસ રંજને એક ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વિવિધ ગામડાઓમાં લોકોની સારવાર કરતા પ્રાઇવેટ ડોકટરો મારા અંડરમાં આવતા નથી. આ બાબતની ફરિયાદ ઉપરના લેવલ સુધી કરવી પડે.
પાવીજેતપુરમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો
By
Posted on