SURAT : શહેરના સચિન જીઆઈડીસી ( SACHIN GIDC) પોલીસની હદમાં આવેલા પાલી ગામમાં રહેતા બે મિત્રો વચ્ચે 20 રૂપિયા ( 20 RUPEES) ની લેતીદેતીના મામલે ઝઘડો થતાં યુવકને પહેલા માળેતી નીચે ફેંકી જીવલેણ હુમલો કરાયો હતો. યુવકને ગંભીર હાલતમાં નવી સિવિલ ( NEW CIVIL ) માં ભરતી કર્યા બાદ પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.
સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન તલંગપુર ખાતે ભેરૂનાથ પ્રોવિજન સ્ટોર વાળી ચાલમાં રહેતા 41 વર્ષીય ભરત મંગલુ ગૌડાએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભરત મુળ ઓરિસ્સા ગંજામનો વતની છે. તેને ફરિયાદમાં જણાવ્યું છે કે, ભરત છેલ્લા દસેક દિવસથી તેના હમવતની શરદ ગૌડા સાથે રહે છે અને સચિન જીઆઈડીસીમાં સંચા ખાતામાં છેલ્લા દસેક દિવસથી કામ કરે છે.
દરમિયાન ગઈકાલે નોકરી ઉપર ગયો હતો ત્યારે તેના સાઢુભાઈ નારાયણનો ફોન આવ્યો હતો કે, ‘તારા સાલા બુલ્લુ ગૌડાને માર વાગ્યો છે, તુ રૂમ ઉપર જલ્દી આવ’. જેથી ભરત તાત્કાલિક પાલીગામ ખાતે ડો.રાજેન્દ્રની ચાલમાં રહેતા સાળાના રૂમ ઉપર પહોંચ્યો હતો. જ્યાં ભરતના સાઢુએ તેને જણાવ્યું હતું કે, બુલ્લુનો તેની બાજુમાં રહેતા ઉત્તમ ધનંજય મોહંતી સાથે 20 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન બુલ્લુને ઉત્તમ મોહંતીએ પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.
સચીનમાં બેે પડોશી વચ્ચે 20 રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો થતા એક એ બીજાને પહેલા માળેથી ફેકી દેતા મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ઉત્તમ ધનંજય મોહંતી(રહે,પાલીગામ,સચીન)ને ઝડપી પાડયો હતો. સચીનના પાલીગામે ડો.રાજેન્દ્રની ચાલમાં રહેતા બુલ્લુ ગૌડાનો તેના પડોશમાં રહેતા ઉત્તમ ધનંજય મોહંતી જોડે બીજી તારીખે બપોરે ઝઘડો થયો હતો. બન્ને એક જ ચાલમાં રહે છે અને એમ્બોઇડરીના ખાતામાં કામ કરે છે.
સ્થાનિકોએ મૃતકના બનેવી ભરત ગૌડાને જણાવ્યું કે, બંનેએ સાથે પાર્ટી કરી બિરયાની ખાધી હતી. પછી રૂ.20 ની લેતીદેતીમાં ઝઘડો થયો હતો. બંને ઝઘડો કરતા કરતા ટેરેસ પર પહોંચી ગયા હતા. જયાં ઉત્તમે પહેલા માળેથી બુલ્લુને ધક્કો મારતા લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો હતો. જયાં મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.