SURAT

ગરમીથી બચવા સુરતનાં લોકોમાં હવે એસીનાં બદલે નળિયાંનું ચલણ વધ્યું

સુરત(Surat): ઉનાળા(Summer)ની ગરમી(Heat)થી બચવા માટે શહેરમાં મોટાભાગે લોકો એસી(AC) મુકાવે છે. પરંતુ ગામડાં(Village)માં નળિયાંની છતવાળાં મકાનો એસી વગર પણ ઠંડક(coolnes) આપી રહ્યાં છે. ગામડાંમાં પણ લોકો એર કન્ડિશન મુકાવે છે. પરંતુ હજી પણ નળિયાવાળાં ઘરમાં લોકો રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે શહેરમાં પણ નળિયાંનું ચલણ વધ્યું છે. શહેરની ફરતે આવેલાં ફાર્મ હાઉસ, બંગલા તેમજ ટેરેસ ગાર્ડનમાં તેમજ રેસ્ટોરન્ટમાં બનેલા ગઝેબોમાં નળિયાંનો ક્રેઝ વધ્યો છે. આ ઉપરાંત બ્યુટિફિકેશન માટે પણ મકાનના ટેરેસના હિંચકા ઉપર લોકો નળિયાં મુકાવે છે.

  • ઠંડક મેળવવા ફાર્મ હાઉસ, બંગલા અને ગાર્ડન રેસ્ટોરન્ટમાં નળિયાંનું ચલણ વધ્યું
  • લોખંડના અને ફાઈબરના પતરાં કરતાં નળિયાથી વધુ ઠંડક રહે છે, સાથે સાથે સુંદરતા પણ વધે છે

નળિયાવાળાં મકાન ગામડાંમાં વધુ જોવા મળે છે. પરંતુ શહેરમાં પણ હાલ નળિયાનું ચલણ વધ્યું છે. શહેરમાં આવેલા બંગલા, ફાર્મ હાઉસ તેમજ ટેરેસ ગાર્ડનમાં હાલ દેશી નળિયાંનું ચલણ વધ્યું છે. નળિયાં ગરમીમાં ઠંડક આપવાનું કામ કરે છે. લોખંડનાં પતરાં તેમજ ફાઇબરનાં પતરાંની છત કરતાં નળિયાંનાં મકાનો વધારે ઠંડક આપે છે. પરંતુ હવે બ્યુટિફિકેશન માટે પણ લોકો બંગલાના ટેરેસ ઉપર બનાવેલા હિંચકા તેમજ ફાર્મ હાઉસમાં બનાવેલા ગઝીબોમાં નળિયાં મૂકવાનું ચલણ વધ્યું છે.

નળિયાં નેચરલ ઠંડક આપે છે
સાઉથ ગુજરાત હોટલ એન્ટ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, લોખંડનાં પતરાં અને પ્લાસ્ટિકનાં પતરાંમાં ગરમી વધી જતી હોય છે. માટીનાં નળિયાં નીચે બેસવાથી પંખો પણ ચાલતો હોય તો એર કુલ મળી રહે છે. શહેરમાં બંગલા, રો-હાઉસમાં નળિયાંનો બ્યુટિફિકેશન માટે ઉપયોગ થઇ રહ્યો છે. ગાર્ડન રેસ્ટોરન્ટમાં બનાવેલા ગઝીબોમાં પણ નળિયાં મૂકવામાં આવી રહ્યાં છે. ફાર્મ હાઉસના એન્ટ્રી ગેટ, ફાર્મ હાઉસની છત ઉપર તેમજ હિંચકાની ઉપર લોકો નળિયાં મુકાવતા થયા છે. નેચરલ ઠંડક આપતાં નળિયાંનું ચલણ બ્યુટિફિકેશનને લઇ શહેરમાં વધ્યું છે.

Most Popular

To Top