SURAT

જુના સુરતમાં ‘પરા’વાળા નામની પ્રથાદરેક નામ પાછળ છૂપાઇ છે એક કથા

સુરત તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. સોલંકી કાળ દરમિયાન સુરત ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું.19મી સદીમાં આમ તો સુરત પરાઓનું શહેર કેહવાતું.સલાબતપરા, રામપરા,નાનપરા,રુસ્તમપરા, હરિપરા, સગરામપરા, મહીધરપરા,ગોપીપરા સૈયદપરા,નવાપરા, રૂદરપરા, બેગમપરા, રૂઘનાથપરા.આ પરાઓનું નામકરણ કઈ રીતે થયું એનો એક રોચક ઇતિહાસ છે.શહેરનો શાહપોર વિસ્તાર શાહ સોદાગરોનો વિસ્તાર હતો. એથી શાહપોર તરીકે જાણીતો બન્યો હતો. ૧૬મી સદી દરમ્યાન જ્યારે મુઘલ કાળમાં લુટમારી છતા ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયું હતું. ભૌગોલિક રીતે સુરત શહેર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતા યાત્રીઓ માટે અહીનાં બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો, તેમજ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા (મુઘલસરાય) બનાવી હતી. વળી દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહીં વેપાર કરવા આવતા અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનીમય સ્થાપવા તે સમયે “નાણાવટ” નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું જેમાં શાહી ટંકશાળ પણ હતી.આ શાહી ટંકશાળ તેમજ શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચી દિવાલ (કોટ) બાંધવામાં આવી, જેનું નામ શેહરે પનાહ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો “નાના કોટ” તરીકે પણ ઓળખતા હતા. સમય જતા શહેરનું વિસ્તરણ થયું અને તે “શેહેરે પનાહ”ની બહાર નીકળી ગયું. સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી, તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો. જેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને આલમ પનાહ નામ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો “મોટા કોટ” તરીકે ઓળખતા હતા. ૧૬મી સદી દરમિયાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચૂકી હતી, જેથી અનેક વિદેશી પ્રજાઓ પોતાનો વેપાર વિક્સાવવા માટે અહીં આવવા લાગી. તેમાં આરબો, ડચ ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને બ્રિટીશ મુખ્ય હતાં. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦નાં રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ “હેક્ટર” સુરત બંદરે વેપાર કરવાનાં ઉદ્દેશ્યથી આવ્યું અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથી જ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચ અને પોર્ટુગીઝે યેનકેન રીતે તેમને અટકાવવાની કોશિશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી. ગાંધીસ્મૃતિ ભવનની સામેનાં ભાગમાં ફ્રેન્ચે સુરતનું પહેલું ચર્ચ બાંધ્યુ. ડચ પ્રજાએ હાલનાં ડચ ગાર્ડનની સામે કોઠી બાંધી, જે સુરતની પહેલી વહીવટી કચેરી બની. પોર્ટુગીઝે આઇ.પી. મીશન સ્કુલની સામે કોઠી બાંધી, જે હાલ પારસીની વાડી તરીકે ઓળખાય છે.

સુરતના જાણીતા પરાઓ

  • સલાબતપરા
  • રામપરા
  • નાનપરા
  • રુસ્તમપરા
  • હરિપરા
  • સગરામપરા
  • મહીધરપરા
  • ગોપીપરા
  • સૈયદપરા
  • નવાપરા
  • રૂદરપરા
  • બેગમપરા
  • રૂઘનાથપરા
  • ધાસ્તીપરા
  • ઈન્દરપરા
  • ખંડેરાવપુરા
  • સૈયદપરા
  • સૈયદ મુસ્લિમોની વસ્તી વધારે પ્રમાણમાં હોવાને લીધે આ વિસ્તારનું નામ સૈયદ પરા પડયું હતું જો કે આજે ત્યાં અન્ય કોમની વસ્તી પણ છે.
  • બેગમપરા
  • આ વિસ્તારમાં સુરતના નવાબનો મહેલ હતો. તેની બેગમોના મહેલ પણ આજ વિસ્તારમાં આવેલાં હતાં અને તેથી તે વિસ્તાર ‘બેગમપરા’ નામથી ખ્યાતિ પામ્યો હતો.
  • નવાપરા
  • 1837 ની સુરતની ભીષણ આગની દુર્ઘટના પછી જે નવો વિસ્તાર બન્યો,એ નવાપરા તરીકે ઓળખાતો,આ પરું બીજા પરાં કરતાં પાછળથી વસ્યું હશે તેથી તેને ‘નવાપરા’ તરીકે ઓળખવામાં આવ્યું હશે.
  • રૂઘનાથપરા
  • નાથ સંપ્રદાયના ઉચ્ચ હોદ્દાની વ્યક્તિ હશે એને આધારે આ નામ પડ્યું હોવાની વાયકા છે.
  • ગોપીપરા
  • સુરતમાં સુલતાન મહમદ બેગડાના સમયમાં ગોપી નામો એક પ્રસિદ્ધ વેપારી અમીર થઈ ગયો. તેણે આ પરુ વસાવેલું હોવાથી તે ગોપીપરા’ તરીકે એળખાય છે. નવાબ હયાતબાન પછી ગોપીનાથ સુરતના સુબા, તરીકે નિમાયા હતાં અને તેઓએ ગોપીપુરા વસાવ્યું હતું એમ પણ મનાય છે. ગોપીનાથની ટોપીની વાતો પણ પ્રચલિત બની હતી.
  • રૂસ્તમપરા
  • શેઠ રસ્તમ માણેક નામના પારસી સદ્ગૃહસ્થના નામ પરથી આ વિસ્તારનું નામ રૂસ્તમપરા પડયું છે. બીજી એક માન્યતા એવી પણ છે કે સુરતના નવાબ રૂસ્તમ અલીખાનના નામ પરથી આ વિસ્તારનું નામ ‘રૂસ્તમપરા’ પડયું છે. આ બાબતે કયો અભિપ્રાય સાચો તેનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી.
  • હરિપરા
  • રામપરા, હરિપરા, સગરામપરા, મહીધરપરા અને રૂદરપરા : અનાવિલ બાહ્મણાનાં નામ ઉપરથી આ વિસ્તારોનાં નામ પડયાં હોવાનું માનવામાં આવે છે. આ વ્યકિતઓ તે સમયના સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતી હશે. એમ માની શકાય. મહિધરપુરા વિસ્તાર મહિધર નામના વેપારીને કારણે પણ પડ્યું હોવાની વાયકા છે.
  • નાનપરા
  • ડચ ગાર્ડનમાં પહેલાં ડચ લોકોની કોઠી હતી અને અહી એક બેકરી પણ ચાલતી હતી.જેમાં સુરતની પ્રસિદ્ધ અને એશિયાની પ્રથમ બેકરી દોટીવાલા બેકરીના પૂર્વજો કામ કરતા હતા.બેકરી પ્રોડક્ટ નાન પરથી આ વિસ્તારનું નામ નાનપરા પડ્યું હોવાની વાયકા છે.એ બેકરી પાછળથી ડચ ગાર્ડનથી મકાઇપુલ પાસે સ્થળાંતર પામી હતી. શિવાજી મહારાજના સૈન્યમાં ખંડેરાવ નામના સેનાપતિ ખંડેરાવના નામે ખંડેરાવ પરાના નામ પડ્યું હોવાની વાયકા છે.

Most Popular

To Top