Madhya Gujarat

વિરપુરના નાસરોલી ગામે ખેતીમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો

વિરપુર : વિરપુરના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં મંગળવારે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે ખેરોલીના નાસરોલી ગામના ખેડૂતોએ ડ્રોન મારફતે દવા છંટકાવ કરાવ્યો છે. સરકારની યોજના હેઠળ ડ્રોન દ્વારા નેનોયુરિયાના છંટકાવ બાબતે નાસરોલી મુકામે 100થી 150 એકરમાં ઘઉંના પાકમાં નેનો યુરિયાના છંટકાવ માટે ડ્રોનથી છંટકાવ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં તાલુકાના અમલીકરણ અધીકારી સાજીદ વ્હોરા, ખેતીવાડી ખાતાના તાલુકા વિસ્તરણ અધિકારી કૃણાલ પટેલ તેમજ ગ્રામ સેવક ઉપરાંત નાસરોલી ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સદર ડ્રોનથી છંટકાવ માટે સહાય એક એકરમાં 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યાં છે. જેનો લાભ નાસરોલીના ખેડૂતો સમુદાયે લીધો છે.

ખેતી પ્રધાન દેશ ભારતમાં ટેકનોલોજીના તાલમેલ સાથે ખેતી કરવામાં આવી રહી છે. વિવિધ પદ્ધતિઓની સાથે પાકમાં દવાના છંઠકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આધુનિક ટેક્નોલીજી ડ્રોન દ્વારા વિરપુર તાલુકામાં પહેલી વાર ઘઉંની ખેતીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તાલુકાના નાસરોલી ગામે ઘઉંના પાકમાં ડ્રોનથી નેનોયુરિયા દવાનો છંટકાવ ઘઉં જેવા પાકમાં કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વવારા ખેડા જિલ્લામાં ખેડૂતો અદ્યતન ટેક્નોલોજીથી પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરી શકે તે હેતુથી જિલ્લામાં ડ્રોનની ફાળવણી પણ કરવામાં આવી છે. મહિસાગર જિલ્લો ખેતી પ્રધાન પ્રદેશ છે, ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતોને ખર્ચમાં ફાયદામાં રહેશે. જેથી આવક વધશે.

ડ્રોન થકી દવા છંટકાવ કરવા ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવો
વિરપુરના નાસરોલી ગામના 150 એકરમાં ઘઉંના પાકમાં તાલુકામાં પહેલી વાર ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો હતો જેમાં ઘઉંના 150 એકરમાં નેનો યુરિયા દવાનો ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો. તાલુકાના ખેડૂતોને આ ડ્રોન થકી દવા છંટકાવી હોય તો વિરપુર ખેતીવાડી વિભાગમાં સંપર્ક કરવા જણાવ્યું હતું.     
– કૃણાલ પટેલ, તાલુકા વિસ્તરણ અધિકારી, વિરપુર.

Most Popular

To Top