માંડવી : માંડવી (Mandvi) તાલુકાના એક ગામે સગીરાને લલચાવી ફોસલાવી વારંવાર બળજબરીપૂર્વક (Forcibly) શરીર સંબંધ બાંધી ગર્ભવતી (Pregnant) બનાવનારા સામે સગીરાની માતાએ માંડવી પોલીસ સ્ટેશનમાં (Police station) ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી તાલુકામાં આવેલા એક ગામમાં સગીરાને લલચાવી ફોસલાવીને તા.22ના રોજ પોતાના રૂમ ઉપર બોલાવી તેમની મરજી વિરુદ્ધ યુવાને શરીર સબંધ બાંધ્યો હતો. તેમજ આરોપી મોન્ટુ અર્જુન પાસવાન (રહે.,કરંજ, મૂળ-રહે.,ગાજીપુરા,યુ.પી.) સગીરાને વારંવાર શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. તેણે એકવાર શરીર સબંધ બાંધતી વખતે વિડીયો પણ ઉતાર્યો હતો. જેને વાયરલ કરવા અને લોકોને જાણ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેઇલ વારંવાર કરી રહ્યો હતો.
અગાઉ તા.22/8/2021થી તા.29/8/2021 સુધી અવરનવર 8 દિવસ સુધી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતાં સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ બાબતે સગીરાના માતાને જાણ થતાં માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ બી.એસ.ગામીતે આરોપીને તાત્કાલિક જેલભેગો કર્યો હતો. અને આગળની તપાસ સીપીઆઈ કરી રહ્યા છે.
તાંતીથૈયામાં 14 વર્ષની સગીરાનું સામે રહેતો યુવક લગ્નની લાલચે અપહરણ કરી ગયો
પલસાણા: મૂળ મધ્યપ્રદેશના અને હાલ પલસાણાના તાંતીથૈયા ગામે આવેલ રાધે સોસાયટીમાં રહેતા પરિવારની 14 વર્ષીય દીકરીને તેના ભાઈએ ગત તા.5 જન્યુઆરીએ સામે રહેતા શુભમ અખિલેશ પાસવાન સાથે વાત કરતા જોઈ હતી. એ બાદ ગત તા.8 જાન્યુઆરીએ સવારે સગીરા ઘરમાં નહીં મળતાં શંકાના આધારે પરિવારે સામે રહેતા શુભમ પાસવાનને ત્યાં તપાસ કરતાં તે પણ નહીં મળી આવતાં પરિવારે શુભમ પાસવાન બિહાર તરફ લઈ ગયો હોવાનું જણાઈ આવતાં પરિવારે બિહાર તપાસ કરી હતી. જે બાદ પણ નહીં મળી આવતાં સગીરાના પિતાએ શુભમ પસવાન વિરુદ્ધ શંકાના આધારે સગીરાને લગ્નનની લાલચે ભગાડી ગયાના આરોપ સાથે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમથકના ફરિયાદ આપી હતી.
માંડવીમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પીઠીની વિધિમાં ગયેલી માસૂમને રસ્તામાંથી ઉઠાવી જઈ યુવાને બળાત્કાર ગુજાર્યો
માંડવી: માંડવીમાં (Mandavi) લગ્નપ્રસંગે (marriage) પીઠીમાં હાજરી આપવા ગયેલી 12 વર્ષીય પુત્રી ઘરે નહીં પહોંચતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. દરમિયાન આસપાસ શોધખોળ કરતાં બાળકી આંબાવાડી વિસ્તારમાં દર્દ સાથે કણસતી હાલતમાં મળી આવી હતી. જેની પુચ્છા કરતાં તેણે આપવીતી જણાવતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ફાટેલાં કપડાં અને વેરવિખેર વાળ સાથે રાત્રિના (Night) સમયે સુમસામ વિસ્તારમાંથી મળી આવેલી આ માસૂમને માંડવીના વિસડાલીયાના (Visdaliya) યુવકે ઉઠાવી જઈ દુષ્કર્મ (rape) આચર્યું હતું. અને આ વાત કોઈને પણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પરિવારે પોલીસ (police) ફરિયાદ (Complaint) નોંધાવતાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.
માંડવી તાલુકામાં આવેલા એક ગામે લગ્ન પ્રસંગમાં પીઠીના દિવસે હાજરી આપવા ગયેલા પરિવારની 12 વર્ષીય પુત્રી અને તેની બહેનપણી બંને મંડપમાં ખુરશી પર બેઠાં હતાં. અને મોડી રાત્રિ દરમિયાન ઘરે જવા માટે નીકળ્યાં હતાં. એ સમયે સંગીતા (નામ બદલ્યું છે) અચાનક ગાયબ થઈ ગઈ હતી. પરિવારે તેની બહેનપણીની પૂછપરછ કરી હતી. પરંતુ શોધખોળ છતાં પુત્રી ન મળતાં છેવટે આંબાવાડી વિસ્તાર તરફ તપાસ કરી હતી. જ્યાં મમ્મી…મમ્મી…નો રડવાનો અવાજ આવી રહ્યો હતો. અને તેમણે ફાટેલાં કપડાં અને વેરવિખેર વાળ સાથે જોવા મળી હતી.