Gujarat

પાટીદાર સમાજ દીકરીના પ્રેમ લગ્ન પર અંકુશ મુકવા લાગુ કરશે આ નિયમ

મહેસાણા: પ્રેમ લગ્ન (Love Marriage) કરતી દીકરી પર અંકુશ રાખવા પાટીદાર સમાજે (Patidar Samaj) બાંયો ચઢાવી છે. મહેસાણામાં 84 કડવા પાટીદાર સમાજ (Kadva Patidar Samaj) મેદાને આવ્યા છે. પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે સમાજ દ્વારા નિયમ બનાવવામાં આવશે અને આ નિયમને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જો દીકરી પ્રેમ લગ્ન કરશે તો પ્રેમલગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરાવવામાં આવશે અને જો આવું નહીં થાય તો તે દીકરીને માતા પિતાની મિલકતના હિસ્સામાં હક આપવામાં આવશે નહી.

મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજમાં 84 કડવા પાટીદારનો બહુ મોટો સમાજ માનવામાં આવે છે. આ 84 કડવા પાટીદાર સમાજે વર્ષો પહેલા પ્રેમ લગ્ન અંગે ઝુંબેશ શરૂ કર્યો હતો. જેને હવે ફરી શરૂ કરવા સમાજમાં બેઠક યોજાઈ હતી. 84 કડવા પાટીદાર સમાજની આ કારોબારી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો દીકરી કોઈ લેભાગુ જોડે પ્રેમ લગ્ન કરી ભાગી જાય તો આ પ્રેમ લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાતપણે કરાવવામાં આવશે, આ નિર્ણયની કડવા સમાજ સરકારને માંગણી કરશે. તેમજ જો દીકરીના પ્રેમ લગ્નમાં માતા પિતાની સંહમતિ ના હોય અને પ્રેમ લગ્નની નોંધણીમાં સહી ના કરે તો દીકરી આપોઆપ જ માતા પિતાની મિલકતમાંથી બેદખલ થઈ જશે. સમાજના આ નવા કાયદો સરકરા સમક્ષ રજૂ કરવામાં આવશે.

પાટીદાર સમાજે દીકરીઓના સારા ભવિષ્ય માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેટી બચાવો બેટી પઢાવોના ઝૂંબેશને અનુકરણ કરી આ પ્રકારનો ઝૂંબેશ કડવા પાટીદાક સમાજ દ્વારા લેવામાં આવ્યો છે. કડવા પાટીદાર સમાજના આગેવાન અને પ્રમુખ જસુ પટેલે જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાવો સરકારના ઝૂંબેશને આ પ્રકારના નિર્ણયોના અમલીકરણથી તાકાત મળશે અમે એક આશા સાથે મહેસાણા જિલ્લાના 84 કડવા પાટીદાર સમાજે આ ઝૂંબેશ શરૂ કર્યું છે.

કડવા સમાજના આગેવાન અને પ્રમુખ જસુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દરેક સમાજમાં દીકરી ભાગીને પ્રેમ લગ્ન કરતી હોય તેવા કિસ્સા બનતા હોય છે. તેથી આવનારા સમયમાં અન્ય સમાજ સાથે પણ બેઠક કરી, સંમેલન કરી ઝૂંબેશમાં જોડાવવા આંમત્રિત કરશું. નિયમ અને કાયદા અંગે તેમણે કહ્યું કે જો દીકરી ભાગીને પ્રેમલગ્ન કરી લેતી હોય તેવી દીકરીના પ્રેમ લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવી અને તેને નકારવામાં આવે તો માતા પિતાના મિલકતના હિસ્સામાં દીકરીનો હક આપોઆપ નીકળી જાય તેવો કાયદો બનાવવા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top