National

મધ્યપ્રદેશમાં રસ્તા પર ઉભા 4 મિત્રો કરતા હતા વાત અને એક કાર આવીને ઉડાવી ગઈ

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ગ્વાલિયર(Gwalior )માં હિટ એન્ડ રન(Hit And Run)ની ઘટના સામે આવી છે જેમાં રોડ પર ઉભેલા ચાર મિત્રો(Friends)ને પુરપાટ ઝડપે આવતી કારે(Car) કચડી નાખ્યા હતા અને ત્યારબાદ ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે આ વિડીયો જોઈને તમારા પણ રુંવાટા ઉભા થઇ જશે.

અકસ્માતમાં 4 મિત્રો ગંભીર રીતે ઘાયલ
મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં આવેલા તાનસેન નગર વિસ્તારમાં સ્કૂટર પર સવાર 4 મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન એક ઝડપી કાર આવી અને ચારેય મિત્રોને જોરથી ટક્કર મારતા આગળ નીકળી ગઈ હતી. અકસ્માત થતાં જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. કાર ચાલકે કારને પાછળ રાખી કારને ઘટનાસ્થળેથી દૂર લઈ ગયો હતો. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓના નામ હર્ષ પટેલ અને તેના મિત્રો વંશ ભદૌરિયા, આકાશ શખ્બર, સિદ્ધાર્થ રાજાવત છે. આ તમામ તાનસેન નગરનાં જ રહેવાસી હતા.

ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ
સાક્ષીઓએ જણાવ્યું કે કારનો ડ્રાઈવર નશામાં હતો. વિદ્યાર્થીઓને ટક્કર માર્યા બાદ કાર એક તરફ વળી ગઈ હતી, જેને ડ્રાઈવરે પહેલા થોડી પાછળ લઈ લીધી અને ત્યારપછી હાજર લોકો તેને પકડે તે પહેલા જ કારને સીધી કરી ભાગી ગયો હતો. પોલીસે કાર ચાલક વિરુદ્ધ FIR નોંધી છે અને CCTV ફૂટેજના આધારે કારનો નંબર મેળવી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સફેદ રંગની સ્વિફ્ટ ડીઝાયર કાર તેની સાથે અથડાઈ હતી. જેનો રજીસ્ટ્રેશન નંબર MP07 CK-8226 છે. આ કાર કાંચમીલ નિવાસી રામ બક્ષ સિંહના પુત્ર સરદાર સિંહના નામે રજીસ્ટર્ડ છે. પોલીસ કાર ચાલકને શોધી રહી છે. સીએસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે અકસ્માત સોમવારે સાંજે થયો હતો. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી આરોપી કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Most Popular

To Top