બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને પિચકારી મારવાની કુટેવને કારણે અહીંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે એટલે લેસ્ટર કાઉન્ટીએ થૂકવા ઉપર દંડ થશે એવા ગુજરાતીમાં બોર્ડ મૂક્યા છે અને પિચકારીઓ સાફ કરવા 30 હજાર પાઉંડનું બજેટ અલગથી ફાળવ્યું છે! આ સમાચાર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ખરેખર શરમજનક કહેવાય ! વર્તમાન પત્રોમાં ઘણીવાર વાંચીએ છીએ કે નવા બંધાયેલા બ્રિજનું ઉદઘાટન થતાજ બીજાજ દિવસે આખો બ્રીજ પાનની પિચકારીઓથી ‘‘કલરફૂલ’’ થઈ ‘‘વંડર ફૂલ’’ દેખાવા માંડે છે!
ગુજરાતમાં દેશમાંથી પાંચ માણસો તમને માવાને કારણે બંધ મોં વાળા મળશે અને આ બંધ મોંએ તેવો શું બોલે છે તે માત્ર ભગવાનને જ ખબર પડે છે! સાર્વજનિક સ્થળો કે બગીચા સરકારી મિલ્કતો, થિયેટરો કે નાટ્યગૃહો ગુજરાતીઓએ આ બધાને જ પિચકારીઓથી રંગીને ‘‘ઈસ્ટમેન કલર’’ બનાવી દીધા છે, જ્યાં બેઠા હોવ ત્યાં જ પાછળ ફરીને થૂંકવાની ગુજરાતીઓની જુની આદત છે પછી ભલે બાજુમાં બેઠેલા ને તકલીફ થાય ! પાના, માવા, સીગારેટ કે દારૂ હાનીકારક છે એવી સરકાર ગમે તેટલી જાહેરાતો કરશે, આ કરો ટેક્ષ નાળશે. પણ ફૂંકવાવાળા, પડીકીવાળા અને પીવા વાળા સુધરવાના નથી અને પિચકારીઓ મારી દેશ – વિદેશમાં ભારતનું નામ રોશન કરતા રહેશે!
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.