Vadodara

દારૂ-જુગારની બદીને નાબુદ કરવા LCB એકશનમાં

વડોદરા : શહેરમાં પોલીસ વિભાગના ચાર ઝોનમાં એલસીબીની નિમણુક થયા બાદ તેના કર્મચારીઓ હવે મેદાનમાં ઉતરી ગયા છે. ઝોન-2 અને 3 ની એલસીબીની સ્કવોડે પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા શહેરના અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દારૂ અને જુગાર પકડી પાડ્યો હતો. ઝોન-2ની એલસીબીની સ્કોર્ડે બાઈક ઉપર બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ વેચાણ કરતા રાહુલ નારસીંગભાઈ ભાભોર(રહે, વિનાયક સોસાયટી ઓપી રોડ)ને સનફાર્મા રોડ સ્વામીનારાયણનગરના ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. સ્કોર્ડ રાહુલ પાસેથી રૂ.4 હજારનો દારૂ અને બાઈક સહિત કુલ રૂ.24 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ દારૂ કોણી પાસેથી લાવ્યો હોવાની પુછપરછ કરતા જીગર રાજપુતનું નામ સપાટી ઉપર આવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાર્યાવાહી હાથ ધરી હતી. અન્ય બનાવમાં ગોત્રી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ દરોડા પાડી દારૂ સહિત મોબાઈલ વગેરે જેવું મળી રૂ.22 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગંગાબેન માળી, મધીબેન માળી(બંને રહે, વાસણા ગામ) અને અભીષેક ઉર્ફે બિટ્ટુ ગીરી(રહે,ગોરવા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ઝોન-3ની એસલીબીની સ્કોર્ડે દુર્ગા કહાર એકતા ભવન પાસે સાંઈબાબાના મંદીરની પાછળ ગલીમાં વરલી મટકાનો જુગાર રમતા ભુપેન્દ્રભાઈ ઉર્ફે દુર્ગા કહાર, ઉમંગ કહાર, વિજય કહાર(ત્રણેય રહે,શીતળામાતાના મંદીર પાસે પાણીગેટ) અને વિનોદ વાઘેલા(રહે, પાણીગેટ)ને ઝડપી પાડી રોકડ, મોબાઈલ વગેરે મળી કુલ રૂ.17 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પાણીગેટ પોલીસે સ્ટેસનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


છાણી પોલીસે દારૂનું કટીંગ થતા પહેલા રૂ.54 હજારનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો
છાણી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, એક કાર વિદેશી દારૂના જથ્થા સાથે છાણી ગામ આદા તલાવડીની પાસેના સુવેઝપંપની પાછળ આવેલા ખંડેર મકાનો વાળી જગ્યાએ આવવાની છે અને ત્યાં દારૂનું કટીંગ થવાનું છે. જેથી છાણી પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. કાર આવતા પહેલા પોલીસે તે કારને ઉભી રહેવા દિધી હતી. અને કાર તરફ જતા કાર ચાલક સહિત એક પોલીસ આવતી હોવાનું જોઈ સ્થળ પરથી નાસી ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા તેમાથી કુલ રૂ.54 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત દારૂ જપ્ત કરી કુલ રૂ.2.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
LCBએ કારમાંથી દારૂ પકડ્યો, બુટલેગરો ફરાર
વડોદરા ગ્રામ્ય એલસીબી ડભોઈ પલાસવાડા ફાટક પાસે સફેદ કારને શંકાના આધારે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ ચાલકે કારને રોડની સાઇડમાં ઉતરી દીધી હતી ત્યારબાદ બે બુટલેગરો રાત્રીના અંધારાનો લાભ લઈ ભાગી છૂટયા હતા પોલીસે સ્થળ પરથી 57,420 રૂપિયાની વિદેશી દારૂની 132 બોટલ અને કાર મળી કુલ 2,57,420નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top