Dakshin Gujarat

ખેરગામમાં ફળિયાના સગીરે પહેરો ભર્યો અને બે સગા ભાઈઓએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો

ખેરગામ: નવસારી નજીક ખેરગામમાં અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. અહીં ફળિયાની સગીર વિદ્યાર્થીની પર ગામના જ બે સગાભાઈઓએ અવારનવાર મરજી વિરુદ્ધ રેપ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે બે સગા ભાઈઓ જ્યારે સગીરાના શરીરને ચૂંથી રહ્યાં હતાં ત્યારે નાની વયનો સગીર બહાર પહેરો ભરી રહ્યો હતો.

ખેરગામના (Khergam) એક ફળિયાની સગીર વિદ્યાર્થિનીને (Teenage Girl) તેના જ ફળિયાનો સગીર યુવક મરજી વિરુદ્ધ ફરવા જવાના બહાને અવાવરું જગ્યાએ લઈ જઈ ત્યાં સગીર યુવક પહેરો ભર્યો અને બે સગા ભાઈએ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ (Rape) બાંધી આ બાબતે કોઈને પણ જાણ કરશો તો સગીરા તથા તેના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો.

  • ખેરગામની સગીરા અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી
  • એક ભાઇએ ત્રણ વખત તથા બીજા ભાઇએ બે વખત બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના એક ફળિયાની સગીર વિદ્યાર્થિનીને સ્કૂલે જવા સમયે એના જ ફળિયાનો સગીર યુવક, વિદ્યાર્થિનીને મરજી વિરુદ્ધ ફરવા લઈ જવાના બહાને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. તે જગ્યાએ પહેલેથી જ હાજર બે સગા ભાઈ મિલન નીતિન પટેલ (ઉં.વ-22) અને હિલેન ઉર્ફે હિલયો નીતિન પટેલ (ઉં.વ.-20) હાજર હતા. મિલને બે માસ પહેલાથી આજદિન સુધી ત્રણ વખત તથા હીલેને બે વખત બળજબરી પૂર્વક સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન સગીર યુવકે પણ ત્યાં હાજર રહી કોઈ વ્યક્તિ ત્યાં આવી ન જાય તે માટે પહેરો ભર્યો હતો.

મિલન તથા હિલેને સગીરા સાથે બળજબરી પૂર્વક તથા તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી આ બાબતે કોઈને પણ જાણ કરશે, તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદ ભોગ બનનાર યુવતીના પિતાએ ખેરગામ પોલીસ મથકે નોંધાવતાં પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સીપીઆઈ પી.આર.કરેણ કરી રહ્યા છે. આ ઘટનામાં પોલીસે સગીર યુવકની અટક કરી છે, જ્યારે બંને બળાત્કારી ભાઈઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top